સરપ્રાઇઝઃ સન ફાર્માએ Q4માં રૂ. 2227 કરોડની ખોટ નોંધાવી

સન ફાર્માએ માર્ચ-22ના અંતે પુરા થયેલા ચોથા ત્રિમાસિક દરમિયાન આશ્ચર્યજનક રીતે રૂ. 2277.2 કરોડની ખોટ નોંધાવી છે. તેની સામે આગલાં વર્ષના તેટલાં જ ગાળામાં કંપનીએ રૂ. 894.1 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. કંપનીની આવકો જોકે 10.8 ટકા વધી રૂ. 9446.7 કરોડ (રૂ. 8523 કરોડ) થઇ છે.

સોમવારે શેરની સ્થિતિ

ખુલ્યો903.60
વધી915.50
ઘટી886.20
બંધ888.10
ઘટાડો1.75 ટકા

ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી

છેલ્લા બે- અઢી માસથી ફાર્મા સેક્ટરની સ્થિતિ શેરબજારમાં સારી નહોતી જ. તેમાંય કંપનીના નબળાં ત્રિમાસિક પરીણામોથી સેન્ટિમેન્ટ થોડો વધુ સમય ખરડાય તેવી દહેશત સેવાય છે.