ટાટા ગ્રૂપ વિવાદઃ એન. ચંદ્રશેખરનની પુનઃનિયુક્તિને ટાટા ટ્રસ્ટ્સે બોમ્બે હાઈકોર્ટમાં પડકારી
મુંબઈ, 26 નવેમ્બર: નોએલ ટાટાના નેતૃત્વ હેઠળના ટાટા ટ્રસ્ટ્સે ગુરુવારે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનની પુનઃનિયુક્તિને પડકારી છે. આ કાનૂની પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે જ્યારે ટ્રસ્ટના બે નોમિની ડિરેક્ટરો વચ્ચે મતભેદ હોય, ત્યારે ટાટા સન્સના ચેરમેન પોતાના ‘કાસ્ટિંગ વોટ’ (નિર્ણાયક મત) નો ઉપયોગ કરીને બોર્ડના ઠરાવો…
