એસોસિએશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ ઓફ ઇન્ડિયા દ્વારા નેશનલ વર્કશોપમાં મૂડી નિર્માણમાં બિઝનેસ સરળતા તરફ વધુ સહયોગી પ્રયાસોની હાકલ
અમદાવાદ, 2 નવેમ્બર: એસોસિએશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ ઓફ ઇન્ડિયા (AIBI) એ આજે મુંબઈમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફિસમાં ‘પ્રાથમિક બજારના નિર્ણાયક ક્ષેત્રો પર ક્ષમતા નિર્માણ’ પર રાષ્ટ્રીય વર્કશોપનું આયોજન કર્યું હતું. એક-દિવસીય વર્કશોપ દરમિયાન, ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સની સેબી અને વિવિધ વૈધાનિક સત્તાધીશો પ્રત્યેની એકમાત્ર પ્રતિનિધિ સંસ્થા AIBIના સભ્યોએ ચર્ચા કરી કે નિયમનકારો, સ્ટોક એક્સચેન્જો, ઇન્વેસ્ટમેન્ટ બેન્કરો અને…
