• નાની બચત યોજનાઓ, એફડીના વ્યાજદર વધ્યા તેની સામે બેન્કો હવે લોનના વ્યાજ વધારશે
  • બેન્કો જો વ્યાજદર પણ 50 બીપીએસ વધારશે તો રૂ. 25 લાખની 20 વર્ષની લોનનો હપ્તો માસિક રૂ. 750 વધી જશે

નવી દિલ્હીઃ ગુરુવારે નાણા મંત્રાલયે 3 માસ માટે નાની બચત યોજનાઓ ઉપરના વ્યાજદરમાં બે વર્ષ પછી પહેલીવાર 10 બેઝિસ પોઇન્ટનો વધારો કરીને સિનિયર સિટિઝન્સ, વ્યાજની આવક ઉપર નભતાં રોકાણકારોને રાજી કર્યા અને શુક્રવારે આરબીઆઇએ રેપોરેટમાં 50 bpsનો વધારો વધારો ઝીંકી નાંખ્યો. ઉલ્લેખનીય છે કે, આરબીઆઇ અત્યારસુધીમાં એક વર્ષમાં 150 બેઝિસ પોઇન્ટનો વધારો કરી ચૂકી છે. રિઝર્વ બેન્કે રેપો રેટ વધારીને 5.9% કર્યો છે. આ સાથે, SDF હવે વધીને 5.65 ટકા થઈ ગયો છે.

ભારતમાં સતત વધતી જતી મોંઘવારીને અંકુશમાં લેવા અને યુએસમાં વધતા વ્યાજ દરો સાથે તાલમેલ જાળવી રાખવા માટે ભારતીય રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી કમિટીએ રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા રેપો રેટમાં વધારાને કારણે તમામ લોન્સ ઉપરના વ્યાજદર અને ચીજવસ્તુઓની કિંમતોમાં વધારો થવાની દહેશત સેવાઇ રહી છે.

હોમ લોનનો હપતો રૂ. 25 લાખની લોન ઉપર માસિક રૂ. 750નો બોજો વધારી શકે

રેપો રેટમાં વધારો થતાં બેન્કો પણ લોન ઉપરના વ્યાજદરમાં વધારો કરશે તેના કારણે કાર લોન, પર્સનલ લોન અને હોમ લોન જેવી રિટેલ લોન લેનારાઓને ફરી એકવાર ઝટકો લાગ્યો છે.
6.7 ટકાના દરે રૂ. 25 લાખની હોમ લોનનો ઇએમઆઇ

લોનની રકમરૂ. 2500000
સમયગાળો20 વર્ષ
વ્યાજદર (અંદાજિત)6.7 ટકા
લોન ઇએમઆઇ18935

રેપોરેટમાં 50 બેઝિસ પોઇન્ટનો વધારો જો બેન્કો પાસ ઓન કરે તો નવો રેટ 7.2 ટકા થશે તેની ઉપર હોમલોનના સુધારેલા ઇએમઆઇની અંદાજિત ગણતરી નીચે મુજબ થશે

લોનની રકમરૂ. 2500000
સમયગાળો20 વર્ષ
વ્યાજદર (અંદાજિત7.2 ટકા
લોન ઇએમઆઇ19684

નવા રેટ મુજબ લોન ધારકના ઇએમઆઇમાં માસિક રૂ. 750 અને 20 વર્ષમાં અંદાજિત રૂ. 180000નો વધારો ઝીંકાશે

કાર લોન પર EMI બોજ એટલો વધી જશે

આ સમયે, ધારો કે બેંક તમને 8.5 ટકાના દરે કાર લોન આપી રહી છે અને તમે સાત વર્ષ માટે 7 લાખની લોન લો છો, તો 11,086ની EMI ચૂકવવી પડશે. આ રીતે, તમારે સમગ્ર સાત વર્ષ માટે 2,31,185નું વ્યાજ ચૂકવવું પડશે. તે જ સમયે, જો બેંકો રેપો રેટમાં વધારો ગ્રાહકોને પસાર કરે છે, તો તમારે સાત વર્ષ માટે 7 લાખની લોન પર 11,262ની EMI ચૂકવવી પડશે. આ રીતે તમારી EMI દર મહિને 176 વધશે. જો કે, તમારી લોનના સમગ્ર કાર્યકાળ દરમિયાન રૂ.2,46,038નું વ્યાજ ચૂકવવું પડશે. આવી સ્થિતિમાં તમારે 14,853 વધુ ચૂકવવા પડશે.

9 ટકાની ટોચથી રેપો રેટની સાપ-સિડી એક નજરે

તારીખરેપોરેટફેરફાર%
30 September 20225.90%0.5
5 August 20225.40%0.5%
8 June 20224.90%0.5%
May 20224.40%0.4%
09 Oct 20204.00%0.00%
06 Aug 20204.00%0.00%
22 May 20204.00%0.40%
27 March 20204.40%0.75%
6 February 20205.15%0.25%
07 August, 20195.40%0.35%
06 June, 20195.75%0.25%
04 April, 20196.00%0.25%
07 February, 20196.25%0.25%
01 August, 20186.50%0.25%
06 June, 20186.25%0.25%
02 August, 20176.00%0.25%
04 October, 20166.25%0.25%
05 April, 20166.50%0.25%
29 September, 20156.75%0.50%
02 June, 20157.25%0.25%
04 March, 20157.50%0.25%
15 January, 20157.75%0.25%
28 January, 20148.00%-0.25%
30 July, 20089.00%-0.50%