તનિષ્કે અમદાવાદમાં તેના ગ્રાન્ડ સ્ટોરનું પુનઃલોકાર્પણ કર્યું, 25 ટકા યુવા ગ્રાહકો ડાયમન્ડ જ્વેલરી ખરીદતાં થયા

અમદાવાદ, 8 સપ્ટેમ્બર: તાતા ગ્રૂપની દેશની સૌથી મોટી જ્વેલરી રિટેલ બ્રાન્ડ, તનિષ્ક હાલમાં ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં 19 સ્ટોર્સ છે. તે ચાલુ વર્ષના અંત સુધીમાં 29 કરવામાં આવશે તેવું  આજે તેના અમદાવાદ ખાતેના સ્ટોરના પુનઃલોકાર્પણ સમયે ટાઇટન કંપનીના મેનેજિંગ ડિરેક્ટર  સી.કે. વેંકટરામન અને ટાઈટન કંપની લિ.ના રિઝનલ બિઝનેસ હેડ-વેસ્ટ શ્રી નિરજ ભાકરે જણાવ્યું હતું.

ઉદ્ઘાટનના ભાગરૂપે, બ્રાન્ડ અનિવાર્ય ઑફર્સ ચલાવી રહી છે જેમાં ગ્રાહકો ડાયમંડ જ્વેલરીની કિંમત પર 20% છૂટ સાથે દરેક જ્વેલરીની ખરીદી પર મફત સોનાના સિક્કા મેળવી શકે છે. આ ઑફર 8મીથી 10મી સપ્ટેમ્બર, 2023 સુધી માન્ય છે. આ સ્ટોર તનિષ્ક શિવરંજની, ઈસ્કોનસેન્ટર, દુકાન નંબર 4 અને 5, રોડ, શિવરંજની ક્રોસ આરડી, સેટેલાઇટ, અમદાવાદ, ગુજરાત-380015 પર સ્થિત છે.

12000 ચોરસ ફૂટમાં વિસ્તરિત, આ સ્ટોર વાઇબ્રન્ટ કલર સ્ટોન્સ, સોનું, હીરા, ઉત્કૃષ્ટ પોલ્કી અને કિંમતી કુંદન જ્વેલરી સહિતની આઇકોનિક તનિષ્ક ડિઝાઇનની વિશાળ રેન્જ રજૂ કરે છે.

તનિષ્ક વિદેશી બજારમાં પણ મોટાપાયે પ્રવેશશે

વિદેશોમાં વસતાં ભારતીયોની સુવર્ણ અને ડાયમેન્ડ જ્વેલરીની માગ સંતોષવા માટે કંપની હવે ગલ્ફ દેશોમાં કતાર, ઓમાન, કુવૈત તેમજ અન્ય સિંગાપોર, નોર્થ અમેરીકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુકે સહિતના દેશોમાં પણ વિસ્તરણ કરવાની યોજના અમલમાં મૂકી રહી છે.

70% ગ્રાહકોની સુવર્ણ, 30 % યુવાઓની પસંદગી ડાયમન્ડ

તનિષ્ક ખાતે ખરીદી માટે આવતાં ગ્રાહકો પૈકી 70 ટકા ગ્રાહકોની પસંદગી આજે પણ સુવર્ણ આભૂષણ માટે રહે છે. જ્યારે 30 ટકા યુવા ગ્રાહકોની પસંદગી ડાયમન્ડ જ્વેલરી તરફ ડાઇવર્ટ થઇ છે. એટલું જ નહિં, હવે ઓનલાઇન નહિં, પણ ઓમ્નીચેનલ ખરીદીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.