મુંબઈ, સપ્ટેમ્બર:  Jio પ્લેટફોર્મ્સ લિમિટેડે NVIDIA સાથે મળીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે અત્યાધુનિક ક્લાઉડ-આધારિત AI કમ્પ્યુટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની યોજનાની જાહેરાત કરી છે. નવું AI ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમગ્ર ભારતમાં સંશોધકો, વિકાસકર્તાઓ, સ્ટાર્ટઅપ્સ, વૈજ્ઞાનિકો, AI પ્રેક્ટિશનર્સ અને અન્ય લોકોને વર્કલોડને સુરક્ષિત રીતે અને અત્યંત ઉર્જા કાર્યક્ષમતા સાથે ચલાવવા માટે એક્સિલરેટેડ કમ્પ્યુટિંગ અને હાઈ-સ્પીડ, સુરક્ષિત ક્લાઉડ નેટવર્કિંગને ઍક્સેસ કરવામાં સક્ષમ બનાવશે.

સહયોગના ભાગરૂપે NVIDIA, Jioને CPU, GPU, નેટવર્કિંગ અને AI ઓપરેટિંગ સિસ્ટમ્સ અને સૌથી અદ્યતન AI મોડલ્સ બનાવવા માટે ફ્રેમવર્ક સહિતની પ્રારંભથી અંત સુધીની AI સુપરકોમ્પ્યુટર ટેકનોલોજી પ્રદાન કરશે. Jio એઆઈ ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું સંચાલન અને જાળવણી કરશે અને ગ્રાહકો સાથેના સંપર્ક અને સેવાની દેખરેખ રાખશે.

રાષ્ટ્રની ડિજિટલ કૂચને  વેગવાન બનાવશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ ભાગીદારી અંગે જણાવ્યું હતું કે, “ભારત ડેટા પ્રસારના દેશમાંથી વ્યાપક અને ઝડપી વૃદ્ધિ માટે ટેક્નોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે NVIDIA સાથે અમે જેની કલ્પના કરીએ છીએ તે એવાં કમ્પ્યુટિંગ અને ટેક્નોલોજી સુપર સેન્ટરો બનશે જે જિયોની જેમ આપણા રાષ્ટ્રની ડિજિટલ કૂચને  વેગવાન બનાવશે.

ટેકનીકલ પુનર્જિવનને વેગ આપવા માટે પ્રતિબદ્ધ

રિલાયન્સ જિઓ ઇન્ફોકોમ લિમિટેડ્ના ચેરમેન આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે, “Jio  દ્વારા અમે અત્યાધુનિક ટેક્નોલોજીને સરળતાથી ઉપલબ્ધ કરાવીને ભારતના ટેકનીકલ પુનર્જિવનને વેગ આપવા માટે પ્રતિબદ્ધ છીએ. આ અદ્યતન પ્લેટફોર્મ આરોગ્યસંભાળ અને શિક્ષણથી લઈને એન્ટરપ્રાઈઝ સોલ્યુશન્સ સુધીના તમામ ક્ષેત્રોમાં AI-સંચાલિત નવીનતાઓને વેગ આપવા માટે મદદરૂપ  બનશે.”

NVIDIA ના સ્થાપક અને CEO જેન્સેન હુઆંગે જણાવ્યું હતું કે, ” સૌથી અદ્યતન AI કમ્પ્યુટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે, રિલાયન્સ તેના પોતાના મોટા ભાષાના મોડલ બનાવી શકે છે જે પાવર જનરેટિવ AI એપ્લિકેશન્સ ભારતમાં બનેલા અને ભારતના લોકો માટે છે.”