ટીસીએસે TCS InQuizitive ની 2026 એડિશનની જાહેરાત કરી, અમદાવાદના વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશન શરૂ

અમદાવાદ, 23 જૂન, 2026: આઈટી સર્વિસીસ, કન્સલ્ટીંગ અને બિઝનેસ સોલ્યુશન્સ ક્ષેત્રની વૈશ્વિક અગ્રણી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસે (TCS) (BSE: 532540, NSE: TCS) તેની પ્રતિષ્ઠિત ઇન્ટર-સ્કૂલ ક્વિઝ TCS InQuizitive 2026ની જાહેરાત કરી છે. અમદાવાદના વિદ્યાર્થીઓ માટે હવે આ સ્પર્ધામાં ભાગ લેવા રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યા છે.

હવે તેના 28મા વર્ષમાં પ્રવેશેલી આ ક્વિઝ દેશના યુવા વિદ્યાર્થીઓ માટેની સૌથી લોકપ્રિય અને પ્રતિષ્ઠિત સ્પર્ધાઓમાંની એક બની ગઈ છે. તેનો હેતુ વિદ્યાર્થીઓને નવી ટેક્નોલોજી અપનાવવા અને ઝડપથી બદલાતી દુનિયા સાથે તાલમેલ જાળવવા પ્રોત્સાહિત કરવાનો છે. વિવિધ વિષયો પર આધારિત અને રમતિયાળ શૈલીમાં શીખવાની તક આપતી TCS InQuizitive ક્વિઝ ધોરણ 8થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે ખુલ્લી છે. તેમાં પ્રી-યુનિવર્સિટી અને જુનિયર કોલેજના વિદ્યાર્થીઓ પણ ભાગ લઈ શકશે. આ ક્વિઝ દેશના 12 શહેરોમાં યોજાશે, જેમાં પુણે, ઇન્દોર, બેંગાલુરુ, અમદાવાદ, નાગપુર, હૈદરાબાદ, ચેન્નઈ, દિલ્હી, ભુવનેશ્વર, કોચી, કોલકાતા અને મુંબઈનો સમાવેશ થાય છે. દરેક શહેરમાંથી વિજેતા ટીમો સેમિફાઇનલમાં પહોંચશે અને ત્યારબાદ મુંબઈમાં યોજાનારી રાષ્ટ્રીય ફાઇનલમાં ભાગ લેશે.

ટીસીએસના ચીફ હ્યુમન રિસોર્સીસ ઓફિસર સુદીપ કુન્નુમલે જણાવ્યું હતું કે, “સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના 2025ના ગ્લોબલ એઆઈ વાયબ્રન્સી ટૂલ અનુસાર ભારત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં વિશ્વનો ત્રીજો સૌથી સ્પર્ધાત્મક દેશ બનીને ઊભર્યો છે, જે દેશની ડિજિટલ યાત્રામાં એક મહત્વપૂર્ણ તબક્કો છે. વિશ્વ ઝડપથી એઆઈ આધારિત ભવિષ્ય તરફ આગળ વધી રહ્યું છે ત્યારે અમે નવીનતા, સમાવેશકતા અને લાંબા ગાળાના મૂલ્યનું સર્જન કરે તેવી વિશ્વની સૌથી મોટી એઆઈ આધારિત ટેક્નોલોજી સર્વિસ ઇકોસિસ્ટમમાંથી એક ઊભી કરવા માટે પ્રતિબદ્ધ છીએ. TCS InQuizitive જેવી પહેલ દ્વારા અમે વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા જગાવવા, તેમની પ્રતિભાને પ્રોત્સાહન આપવા અને આગામી પેઢીને એઆઈની પરિવર્તનકારી શક્તિનો ઉપયોગ કરવા સશક્ત બનાવવા માંગીએ છીએ. સાથે જ, આત્મનિર્ભર અને સમૃદ્ધ ભારતના નિર્માણ માટે જરૂરી STEM શિક્ષણના પાયાને પણ વધુ મજબૂત બનાવવાનો અમારો પ્રયાસ છે.”

TCS InQuizitive ભારતની સૌથી પ્રતિષ્ઠિત ઇન્ટર-સ્કૂલ ક્વિઝ સ્પર્ધાઓમાંની એક છે, જેમાં દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લે છે અને શિક્ષકો તેમજ વાલીઓનો પણ મજબૂત સહકાર મળે છે. 1999માં શરૂ થયેલી TCS IT Wizથી શરૂ થયેલી ટીસીએસની બે દાયકાથી વધુ જૂની ક્વિઝ પરંપરાને આગળ વધારતી 2026ની એડિશનમાં શિક્ષણ, મનોરંજન, રમતગમત, બિઝનેસ ટ્રેન્ડ્સ, જાહેરાત અને સોશિયલ મીડિયા જેવા વિવિધ વિષયોનો સમાવેશ કરવામાં આવશે. STEM વિષયો પર વિશેષ ભાર મૂકતાં આ ક્વિઝમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, ઓટોમેશન, બાયોમેટ્રિક્સ અને રોબોટિક્સ જેવા ક્ષેત્રોને પણ આવરી લેવામાં આવશે.

સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓએ TCS InQuizitiveની વેબસાઇટ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. TCS InQuizitive 2026 વિશે વધુ માહિતી માટે મુલાકાત લો: https://www.tcs.com/inquizitive