ઇન્ટેરિયો બાય ગોદરેજે વર્ષ 2025-26માં રૂ. 4,000 કરોડની આવક નોંધાવી

મુંબઈ, 24 જૂન, 2026 : ગોદરેજ એન્ટરપ્રાઇઝીસ ગ્રૂપની અગ્રણી ફર્નિચર બ્રાન્ડ ઇન્ટેરિયો બાય ગોદરેજએ નાણાકીય વર્ષ 2025-26માં રૂ. 4,000 કરોડની આવક કરી હતી, જે નાણાકીય વર્ષ 2024-25ની આવકની સરખામણીમાં વાર્ષિક 12 ટકાની વૃદ્ધિ છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન કંપનીએ 100 નવા શહેરોમાં પોતાના વ્યવસાયનું વિસ્તરણ કર્યું છે અને સંપૂર્ણ વ્યવસાયમાં ન્યૂ પ્રોડક્ટ ઇન્ડ્રોક્શન (NPI)નાં વેચાણનું પ્રદાન 22 ટકા રહ્યું છે.

ઇન્ટેરિયોની યોજના નાણાકીય વર્ષ 2026-27માં આવકમાં 25 ટકા વૃદ્ધિ કરવાનો છે. આ માટે કંપની રિટેલ નેટવર્કનું વિસ્તરણ ચાલુ રાખશે, બજારમાં પોતાની પહોંચને મજબૂત કરશે, ઑનલાઇન વેચાણમાં વધારો કરશે અને ફર્નિચરની નવી કેટેગરીઓ રજૂ કરશે. કંપની નાણાકીય વર્ષ 2026-27માં 102 નવા સ્ટોર ખોલવાની યોજના ધરાવે છે, જેમાં ઉત્તર અને પૂર્વ ભારતમાં પોતાની હાજરીને મજબૂત કરવા ખાસ ધ્યાન આપશે.

કંપનીની કામગીરી અને સંભવિતતા પર ઇન્ટેરિયો બાય ગોદરેજના બિઝનેસ હેડ અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ સ્વપ્નીલ નાગરકરે કહ્યું હતું, “ભારતીય ફર્નિચર ઉદ્યોગ વર્ષ 2031 સુધીમાં વધીને 45.52 અબજ અમેરિકન ડૉલર થઈ જાય એવી ધારણા છે.”

છેલ્લાં ત્રણ વર્ષમાં ઇન્ટેરિયોનો ઈ-કૉમર્સ વ્યવસાય 14 ગણો વધ્યો છે અને હાલ કુલ ફર્નિચર વ્યવસાયમાં 15 ટકા પ્રદાન કરે છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન કંપનીએ સમગ્ર દેશમાં પોતાની ડિલિવરી અને ઇન્સ્ટોલેશન નેટવર્કને 1,200 પિનકોડથી વધારીને 20,000થી વધારે પિનકોડ સુધી ફેલાવ્યું છે તથા તમામ રાજ્યોની રાજધાનીઓમાં 24 કલાકની ડિલીવરી અને ઇન્સ્ટોલેશન સર્વિસ શરૂ કરી છે.

પોતાની ન્યૂ પ્રોડક્ટ ઇનોવેશન સ્ટ્રેટેજીના ભાગરૂપે ઇન્ટેરિયોએ પોતાની નવી ટ્યુબ્યુલર રેન્જ પ્રસ્તુત કરવાની સાથે આઉટડોર ફર્નિચર કેટેગરીમાં પ્રવેશ કર્યો છે, તો સાથે સાથે ગેમિંગ ફર્નિચરની એક વિશિષ્ટ રેન્જની સાથે પોતાના પોર્ટફોલિયોનું વિસ્તરણ પણ કર્યું છે.

ઇન્ટેરિયોએ નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન પુરવઠાની સાંકળમાં પરિવર્તન, ટેકનોલોજીમાં સુધારો અને ગ્રાહકો સાથે જોડાણની ડિજિટલ-ફર્સ્ટ પહેલો મારફતે પોતાની તમામ ચેનલોની ક્ષમતાઓ વધારવાનું જાળવી રાખ્યું છે. તેમાં ટેકનોલોજી સ્ટેકમાં સંપૂર્ણ ફેરફાર, પોતાની રિબ્રાન્ડિંગ પહેલ અંતર્ગત UI અને UX તથા AI-આધારિત ઉત્પાદન ભલામણની વ્યવસ્થાને જોડવાની કામગીરી શામેલ હતી.

ઇન્ટેરિયોએ ગ્રાહકો માટે વાજબી વિકલ્પોમાં પણ વધારો કર્યો છે, જેમ કે 12 મહિના સુધી ઝીરો કોસ્ટ EMI (સરળ માસિક હપ્તા) વિકલ્પો, જૂનાં ફર્નિચર માટે એક્સચેન્જ પ્રોગ્રામ, વધારે વૉરન્ટીની ઑફર, ઉત્પાદનની ઑનલાઇન-એક્સક્લૂઝિવ રેન્જ અને મુખ્ય બેંકિંગ પાર્ટનર મારફતે ખાસ ઑફર. કિંમત પ્રત્યે સંવેદનશીલ બજારોમાં વિસ્તરણને ટેકો આપવા ઇન્ટેરિયો ટિઅર 2 અને ટિઅર 3માં ગ્રાહકો માટે પોતાનાં ઇકો ઉત્પાદનોનો પોર્ટફોલિયોને મજબૂત કરી રહી છે.