ટર્ટલમિન્ટ તેના ડિજિટલ પાર્ટનર્સના નેટવર્કની મદદથી બી30+ માર્કેટ્સમાં વીમાનો પ્રસાર વધારશે
અમદાવાદ, 22 ફેબ્રુઆરીઃ ટર્ટલમિન્ટ ટેકનોલોજીથી સજ્જ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ વીમાની ઓછી પહોંચ ધરાવતા “બિયોન્ડ ટોપ 30” (B30+) બજારોમાં તેનો વ્યાપ વધારી રહ્યું છે. કંપની 484,832 સર્ટિફાઈડ PoSPs સહિતના તેના 603,302 ડિજિટલ પાર્ટનર્સના નેટવર્કની મદદથી ભારતના B30+ કેન્દ્રોમાં વીમાની પહોંચને લગતી ખામીઓને દૂર કરી રહી છે.
વૃદ્ધિ માટેની કંપનીની વ્યૂહરચના તેના “ટ્રાયડિક” ટેકનોલોજી પ્લેટફોર્મ પર કેન્દ્રિત છે, જે સ્થાનિક સલાહકારોને તેમના સમુદાયોમાં વિશ્વાસુ મધ્યસ્થી તરીકે કાર્ય કરવા સક્ષમ બનાવે છે. રેડસીયરના અહેવાલ મુજબ, 30 સપ્ટેમ્બર, 2025 સુધીમાં કંપનીના 80.05% જેટલા મોટા ભાગના ડિજિટલ પાર્ટનર્સ B30+ પ્રદેશોમાં સ્થિત છે. PoSPs પ્રથમ વખત વીમો ખરીદનારાઓ માટે જટિલ પ્રક્રિયાઓને સરળ બનાવવા “ટર્ટલમિન્ટ પ્રો” એપનો ઉપયોગ કરે છે.
બિન મેટ્રો વિસ્તારો કે જ્યાં સ્થાનિક વિશ્વાસ સૌથી વધુ મહત્વનો હોય છે તેવા વિસ્તારોમાં આ ડિજિટલી આસિસ્ટેડ ડોરસ્ટેપ એડવાઇઝરી મોડલ અત્યંત અસરકારક સાબિત થયું છે. પાર્ટનરની ક્ષમતા અને પ્લેટફોર્મની નિપુણતામાં સતત રોકાણ કરીને, કંપની તેના વેલ્યુ પ્રપોઝિશન અને દેશવ્યાપી સર્વિસ નેટવર્કને મજબૂત બનાવે છે, જે 19,153 પિન કોડ સુધી પહોંચે છે અને રેડસીયર રિપોર્ટ મુજબ ભારતના 97% થી વધુ વિસ્તારને આવરી લે છે.
B30+ બજારો પરના વ્યૂહાત્મક ફોકસથી કંપનીને નોંધપાત્ર પરિણામો મળી રહ્યા છે. કંપનીના UDRHP-I મુજબ, 30 સપ્ટેમ્બર, 2025 ના રોજ પૂરા થયેલા છ મહિના માટે, પ્લેટફોર્મ દ્વારા વિતરિત કરાયેલા કુલ પ્લેટફોર્મ પ્રીમિયમમાં આ પ્રદેશોનો હિસ્સો 74.79% રહેવા પામ્યો છે. રેડસીયરના અહેવાલ અનુસાર 31 માર્ચ, 2025 સુધીમાં સમગ્ર વીમા ઉદ્યોગમાં B30+ પ્રીમિયમનો ફાળો સામાન્ય રીતે 50% થી 60% ની વચ્ચે હોય છે, જેની સરખામણીમાં કંપનીની વૃદ્ધિ વધુ છે.
રેડસીયરના અહેવાલ અનુસાર, 2030 સુધીમાં મોટર, હેલ્થ અને લાઇફ ઈન્સ્યોરન્સ સેગમેન્ટ્સ માટે આ પ્રદેશોની માંગ, મોટા મેટ્રો શહેરોની તુલનાએ 1.6 ગણી ઝડપથી વધવાની ધારણા છે. ટુ-વ્હીલર અને પ્રી-અંડરરિટન હેલ્થ પ્લાન્સ જેવા ઓછા પ્રીમિયમવાળા પ્રમાણિત ઉત્પાદનો પૂરા પાડવાની ટર્ટલમિન્ટની ક્ષમતા, તેના મોડેલને ભારતના ઉભરતા મધ્યમ વર્ગ માટે અનુકૂળ બનાવે છે.
ભારતીય વીમા ક્ષેત્ર ‘2047 સુધીમાં સૌ માટે વીમો’ ના IRDAIના વિઝન તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે ટર્ટલમિન્ટનું વ્યાપક નેટવર્ક અને ટેક-ફર્સ્ટ ડિસ્ટ્રિબ્યુશન અભિગમ તેને દેશભરમાં નાણાકીય સુરક્ષાને સુલભ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર તરીકે પ્રસ્થાપિત કરે છે.
