યુનિકોમર્સ ઇસોલ્યુશન્સ 118% પ્રીમિયમે લિસ્ટેડ
અમદાવાદ, 13 ઓગસ્ટઃ યુનિકોમર્સ ઇસોલ્યુશન્સ લિમિટેડના આઇપીઓએ તેની રૂ. 108ની ઇશ્યૂ પ્રાઇસ સામે 117.6 ટકા પ્રિમિયમે રૂ. 235ના મથાળે ધમાકેદાર લિસ્ટિંગ કરાવ્યું છે. આમ આજે લિસ્ટેડ ફર્સ્ટક્રાય અને યુનિકોમર્સ બન્ને આઇપીઓમાં રોકાણકારોને મબલક કમાણી થઇ રહી છે. રૂ. 276.6 કરોડનો IPO, બુક-બિલ્ટ ઇશ્યૂ, 6 ઓગસ્ટથી 8 ઓગસ્ટ સુધી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો. સબ્સ્ક્રિપ્શનના છેલ્લા દિવસ સુધીમાં ઇશ્યૂ 168.35 વખત સબસ્ક્રાઇબ થયો હતો. રિટેલ રોકાણકારોનો હિસ્સો 130.9 ગણો, ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIBs) 138.75 ગણો અને બિન-સંસ્થાકીય રોકાણકારો (NIIs), 252.46 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો. આઈપીઓ સંપૂર્ણપણે 2.6 કરોડ શેરની ઓફર-ફોર-સેલ છે. IPO માટે પ્રાઇસ બેન્ડ રૂ. 102 અને રૂ. 108 પ્રતિ શેરની વચ્ચે નક્કી કરવામાં આવી હતી.
જાહેર ભરણા પહેલા, કંપનીએ 5 ઓગસ્ટના રોજ એન્કર રોકાણકારો પાસેથી રૂ. 124.5 કરોડ એકત્ર કર્યા હતા. નાણાકીય વર્ષ 24 માં, કંપનીની આવક લગભગ 18 ટકા વધીને રૂ. 109.4 કરોડ થઈ હતી અને તેનો કર પછીનો નફો (PAT) વાર્ષિક ધોરણે 102 ટકા વધીને રૂ. 13 કરોડ થયો હતો.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)