રાઇટ્સ ઇશ્યૂની કિંમત શેરદીઠ રૂ. 123; રાઇટ્સ ઇશ્યૂ 4 ઓક્ટોબરે બંધ થશે

ઇશ્યૂ ખૂલશે28 સપ્ટેમ્બર
ઇશ્યૂ બંધ થશે4 ઓક્ટોબર
ફેસવેલ્યૂરૂ.5
લિસ્ટિંગNSE
ઇશ્યૂ સાઇઝરૂ.123/ શેર
ઇશ્યૂ સાઇઝ4020574 શેર્સ

મુંબઈ, 26 સપ્ટેમ્બર: મુંબઈ સ્થિત ટેક્નોલોજી સોલ્યુશન્સ કંપની, વરેનિયમ ક્લાઉડ લિમિટેડ રાઈટ્સ ઈશ્યૂ મારફત રૂ. 49.46 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. કંપનીનો રાઇટ્સ ઇશ્યૂ 28મી સપ્ટેમ્બરે ખૂલશે અને તેની કિંમત રૂ. 123 પ્રતિ શેર છે. ઇશ્યૂ દ્વારા એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતો, કંપનીની વિસ્તરણ યોજનાઓને ભંડોળ પૂરું પાડવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. રાઇટ્સ ઇશ્યૂ 4 ઓક્ટોબરે બંધ થશે.

કંપની રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા 40,20,574 ફુલ્લી-પેઈડ ઇક્વિટી શેર્સ રૂ. 123 પ્રતિ રાઇટ શેર (પ્રતિ ઇક્વિટી શેરના રૂ. 118ના પ્રીમિયમ સહિત)ના ભાવે ઇશ્યૂ કરશે જેનું કુલ મૂલ્ય રૂ. 49.46 કરોડ થાય છે. પ્રસ્તાવિત રાઇટ્સ ઇશ્યૂ માટે રાઇટ્સ એન્ટાઇટલમેન્ટ રેશિયો 1:10 છે (10 શેર્સ સામે એક રાઇટ શેર) એટલે કે 15મી સપ્ટેમ્બર 2023ની રેકોર્ડ તારીખે પાત્રતા ધરાવતા ઇક્વિટી શેરધારકો દ્વારા રૂ.5ના દરેક 10 ઇક્વિટી શેર માટે રૂ.5ના 1 રાઇટ્સ ઇક્વિટી શેર. શેરધારકોએ રાઇટ્સ ઇશ્યૂ અરજી પર શેરદીઠ 50% અર્થાત રૂ. 61.5 ચૂકવવા પડશે અને બાકીના પ્રતિશેર રૂ. 61.5 બોર્ડ દ્વારા નક્કી કર્યા મુજબ એક અથવા વધુ કોલ પર ચૂકવવાના રહેશે.

તાજેતરમાં, વરેનિયમ ક્લાઉડ લિમિટેડે ક્યુએમએસ એમએએસ (મેડિકલ એલાઇડ સર્વિસિસ) સાથે ભાગીદારીમાં, 21 એપ્રિલ 2023ના રોજ “વ્યાના” નામની ક્લાઉડ-આધારિત મેડિકલ વેરેબલ ડિવાઇસનું અનાવરણ કર્યું હતું.

કંપનીની નાણાકીય કામગીરી એક નજરે

કંપનીએ 2022-23માં પૂરા થયેલા નાણાંકીય વર્ષ માટે મજબૂત નાણાંકીય પરિણામોની જાણ કરી છે. કંપનીની આવક નાણાંકીય વર્ષ 2022માં રૂ. 35.35 કરોડની સામે નાણાંકીય વર્ષ 2023માં 984% વધીને રૂ. 383.37 કરોડ થઈ છે. ચોખ્ખો નફો પણ નાણાંકીય વર્ષ 2022માં રૂ. 8.4 કરોડની સરખામણીમાં 917% વધીને રૂ. 85.46 કરોડ થયો છે. માર્ચ 2023 સુધીમાં રિઝર્વ્સ અને સરપ્લસ રૂ. 91.22 કરોડ અને એસેટ્સ રૂ. 183.99 કરોડ નોંધાઈ હતી. 2023ના જૂન ક્વાર્ટરમાં, કંપનીએ રૂ. 170.61 કરોડનું વેચાણ નોંધાવ્યું હતું, જે ત્રિમાસિક ધોરણે 13.49% અને વાર્ષિક ધોરણએ 227.25%ની વૃદ્ધિ દર્શાવે છે. એબિટા 32.29% માર્જિન સાથે રૂ. 55.09 કરોડ હતી જે ત્રિમાસિક ધોરણે 29% અને વાર્ષિક ધોરણે 73%ની વૃદ્ધિ દર્શાવે છે. ચોખ્ખો નફો માર્ચ 2023 ક્વાર્ટરમાં નોંધપાત્ર વધીને રૂ. 29.48 કરોડ હતો જે 37.96% નો વધારો દર્શાવે છે. કંપની વિસ્તરણની ગતિએ આગળ વધી રહી છે અને એડ-ટેક, મેડિકલ ટેક, ક્લાઉડ સેવાઓ, બીપીઓ તેમજ ડેટા સેન્ટર્સમાં સોલ્યુશન્સ પ્રદાન કરવા માટે શ્રેષ્ઠ કંપનીઓ સાથે વિવિધ ભાગીદારી કરી છે.