IPO ખૂલશે27 સપ્ટેમ્બર
IPO બંધ થશે4 ઓક્ટોબર
ફેસવેલ્યૂરૂ.10
ઇશ્યૂ પ્રાઇસરૂ.51
લોટ2000 શેર્સ
ઇશ્યૂ સાઇઝ1566000 શેર્સ
ઇશ્યૂ સાઇઝ₹7.99 કરોડ
લિસ્ટિંગBSE SME

અમદાવાદ 26 સપ્ટેમ્બર: ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલ વિવા ટ્રેડકોમ લિમિટેડનો પબ્લિક ઇશ્યૂ 27 સપ્ટેમ્બરે સબ્સ્ક્રિપ્શન માટે ખૂલી રહ્યો છે. કંપની રૂ. 7.99 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. ઇશ્યૂ તા. 24 ઓક્ટોબરે બંધ થશે. કંપની કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ભંડોળ પૂરું પાડવા માટે આ ઇશ્યૂ યોજી રહી હોવાનું જણાવે છે.

IPOમાં રૂ. 51 પ્રતિ શેર (ઇક્વિટી શેર દીઠ રૂ. 41ના પ્રીમિયમ સહિત)ના ભાવે રૂ. 10ની ફેસ વેલ્યુના 15.66 લાખ ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ હશે જેનું મૂલ્ય રૂ. 7.99 કરોડ સુધીનું છે. અરજી માટે લઘુત્તમ લોટ સાઈઝ 2000 શેર છે જેથી અરજીદીઠ મૂલ્ય રૂ. 1.02 લાખ જેટલું થાય છે. કંપનીના શેર બીએસઈ SME એક્સચેન્જ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ

વર્ષ 2010માં સ્થપાયેલી વિવા ટ્રેડકોમ લિમિટેડ કપડાં અને વસ્ત્રોના ઉત્પાદન તેમજ વેપાર સાથે સંકળાયેલી છે. કંપનીના પ્રોડક્ટ લિસ્ટમાં ડેનિમ ફેબ્રિક પુરૂષો માટે ડેનિમ/કોટન જીન્સ મહિલાઓ માટે ડેનિમ/કોટન જીન્સ જેવા રેડીમેડ વસ્ત્રોનો સમાવેશ થાય છે અને તે કોટન પ્રિન્ટિંગ જોબ વર્ક અને પ્રિન્ટેડ કોટન ફેબ્રિકનો વેપાર પણ કરે છે. માર્ચ 2023માં વિવાએ ભારતના કર્ણાટક કેરળ દિલ્હી પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ ચંદીગઢ હિમાચલ પ્રદેશ જમ્મુ-કાશ્મીર રાજસ્થાન અને ઉત્તરાખંડ રાજ્યોમાં ફર્નિચર ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાતા વિવિધ જાડાઈના વીર એમડીએફ બોર્ડ અને પ્રેલમ એમડીએફ બોર્ડના વિતરણ માટે રૂશીલ ડેકોર લિમિટેડ સાથે કરાર કર્યો હતો. વિવા ટ્રેડકોમના ગ્રાહકોમાં લાઈફસ્ટાઈલ ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડ આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ લિમિટેડ લજ્જા પોલીફેબ પ્રાઈવેટ લિમિટેડ નંદન ડેનિમ લિમિટેડ બજાજ ઇમ્પેક્સ રિલાયન્સ રિટેલ લિમિટેડ વગેરેનો સમાવેશ થાય છે.

પ્રમોટર્સ અને પ્રમોટર્સ ગ્રુપ કંપનીમાં 50% હિસ્સો ધરાવે છે. IPO પછીના પ્રમોટર ગ્રુપ હોલ્ડિંગ 30.11% રહેશે.

ઇશ્યૂના લીડ મેનેજર્સઃ ઇન્ટરેક્ટિવ ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડ ઇશ્યૂના લીડ મેનેજર છે.

કંપનીની નાણાકીય કામગીરી એક નજરે (રૂ. લાખમાં)

સમયગાળોMar21Mar22Mar23
એસેટ્સ9430.209803.464918.80
રેવન્યૂ14734.5624728.7013402.83
ચોખ્ખો નફો-6.4844.3925.48
નેટવર્થ1118.581162.971211.70
રિઝર્વ્સ1116.261160.65974.55
દેવાંઓ1354.911113.05457.36