બેંગ્લોર, 4 ઓગસ્ટ: ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર નિર્માતા TVS મોટર કંપનીએ TVS SmartXonnect ટેક્નોલોજીથી સજ્જ ઓલ ન્યુ TVS જ્યુપિટર ZX Drum લોંચ કરવાની જાહેરાત કરી છે. આ સ્કૂટર્સ બે વેરિઅન્ટ કલર્સ, સ્ટર્લાઇટ બ્લુ અને એક વિશિષ્ટ નવા કલર ઓલિવ ગોલ્ડમાં અદ્યતન કનેક્ટેડ ફીચર્સ ધરાવે છે. TVS જ્યુપિટર ZX Drum વેરિઅન્ટ TVS SmartXonnect ટેક્નોલોજીથી સજ્જ બ્લુટૂથ કનેક્ટેડ ડિજિટલ ક્લસ્ટર ધરાવે છે. SmartXonnect ફીચર સાથે રાઇડર્સ ક્લસ્ટરમાં ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, વોઇસ આસિસ્ટ, કોલ અને એસએમએસ એલર્ટ જેવા ફીચર્સનો લાભ લઇ શકે છે.