MARKET MORNING: INTRADAY PICKS: BOB, EQUITASBANK, GODREJIND, INDIGO
અમદાવાદ, 9 ઓગસ્ટઃ મંગળવારે સેન્સેક્સ 106 પોઇન્ટ ઘટી 65846 પોઇન્ટ અને નિફ્ટી 26 પોઇન્ટ ઘટી 19570 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યા હતા. ટેકનિકલી નિફ્ટીએ ગેપઅપ ઓપનિંગ પછી 19600ની સપાટી તોડી હતી. અને બે દિવસની સુધારાની ચાલમાં રૂકાવટ સાતે બેરિસ ઇન્ગલફીંગ ટાઇપ કેન્ડલસ્ટીક પેટર્ન ડેઇલી ચાર્ટ ઉપર નોંધાવી છે. જે નેગેટિવ સંકેત આપે છે. નિફ્ટીએ 19800નું લેવલ નોંધાવ્યા પછી મેજર રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યું છે. જેમાં 19300 અતિ મહત્વનો સપોર્ટ રહ્યો છે. ઇન્ટ્રા-ડે ટ્રેડર્સે 19700નું લેવલ ક્રોસ થાય ત્યાં સુધી તેજીના વેપાર માટે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી હિતાવહ જણાય છે. નીચામાં જો 19500નું લેવલ તૂટે તો માર્કેટમાં શોર્ટ સેલિંગ વધી શકે તેવી સલાહ સ્ટોકબોક્સ તરફથી અપાઇ રહી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)