માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટઃ 19531-19437, રેઝિસ્ટન્સ 19700- 19776, ઇન્ટ્રા-ડે વોચઃ મહિન્દ્રા
અમદાવાદ, 20 ઓક્ટોબરઃ નિફ્ટી-50 વૈશ્વિક નબળા સંકેતો પાછળ ગેપડાઉન સાથે ખૂલીને ઇન્ટ્રા-ડે હેવી વોલેટિલિટી વચ્ચે વીકલી એક્સપાયરી સાથે નીચે બંધ રહ્યો હતો. જ્યાં સુધી 19800નું મહત્વનું ટેકનિકલ રેઝિસ્ટન્સ કૂદાવે નહિં, ત્યાં સુધી શેરબજારોમાં લાંબી તેજીના અણસાર નહિં હોવાનું ટેકનિકલ નિષ્ણાતો માની રહ્યા છે. જિયો પોલિટિકલ ક્રાઇસિસ, ક્રૂડ અને કરન્સી માર્કેટની અસ્થિરતા પણ માર્કેટ સેન્ટિમેન્ટને વારંવાર ખરડી રહ્યા છે. 100 દિવસની એવરેજ 19400ની છે. જે મહત્વની ટેકાની સપાટી તરીકે વર્તી શકે તેવું રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ એનાલિસિસ રિપોર્ટ જણાવે છે.
બેન્ક નિફ્ટીએ પણ સતત અંડરપરફોર્મ કરવા સાથે પાંચ માસની નીચી સપાટીએ અને 200 દિવસની 43200 પોઇન્ટની એવરેજથી 1.5 ટકા ઉપર બંધ આપ્યું છે. સંખ્યાબંધ કારણો વચ્ચે બેન્ક નિફ્ટીએ એકવાર 44500 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ ક્રોસ કરવી જરૂરી રહેશે.
નીચામાં 43000 પોઇન્ટની સપાટી રોક બોટમ સમજીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)