નાણાવર્ષ 2024ના પહેલા છ માસમાં રૂ. 124.72 અબજના GDPI સાથે ઉદ્યોગ કરતાં આગળ વધી

અમદાવાદ, 19 ઓક્ટોબરઃ ICICI લોમ્બાર્ડની ગ્રોસ ડાયરેક્ટ પ્રીમિયમ આવક (જીડીપીઆઈ) નાણાકીય વર્ષ 2024ના પહેલા છ માસિકમાં રૂ.  124.72 અબજ નોંધાઈ છે, જે નાણાકીય વર્ષ 2023ના પહેલા છ માસિકમાં રૂ. 105.55 અબજ હતી, આ 18.2%ની વૃદ્ધિ દર્શાવે છે, જે ઉદ્યોગની 14.9%ની વૃદ્ધિ કરતાં વધુ છે. નાણાકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળામાં કંપનીની જીડીપીઆઈ રૂ. 60.86 અબજ થઈ છે, જે નાણાકીય વષર્ 2023ના બીજા ત્રિમાસિકમાં રૂ. 51.85 અબજ હતી, 17.4% ની વૃદ્ધિ દર્શાવે છે. આ વૃદ્ધિ ઉદ્યોગની 12.5%ની  વૃદ્ધિ કરતાં વધુ છે.

નાણાકીય વર્ષ  2024ના પહેલા છ માસિક ગાળામાં સંયુક્ત ગણોત્તર 103.7%  નોંધાયો છે, જેની સરખામણીમાં નાણાકીય વર્ષ 2023ના પહેલા છ મહિનામાં સંયુક્ત ગુણોત્તર 104.6 % હતો. નાણાકીય વર્ષ  2024ના પહેલા છ માસિક ગાળામાં રૂ. 0.83 અબજની અને નાણાકીય વર્ષ  2023ના પહેલા છ માસિક ગાળામાં રૂ. 0.28 અબજની સીએટી ખોટની અસરને બાદ કરતાં સંયુક્ત ગુણોત્તર અનુક્રમે 102.7% અને 104.2% હતો.

નાણાકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિકમાં સંયુક્ત ગુણોત્તર 103.9% હતો જે નાણાકીય વર્ષ 2023ના બીજા ત્રિમાસિકમાં 105.1% હતો. નાણાકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિકમાં રૂ. 0.48 અબજ અને નાણાકીય વર્ષ 2023ના બીજા ત્રિમાસિક રૂ. 0.28 અબજની સીએટી ખોટની અસરને બાદ કરતાં, સંયુક્ત ગુણોત્તર અનુક્રમે 102.8% અને 104.3% હતો.

વેરા પહેલાંનો નફો (પીબીટી) નાણાકીય વર્ષ  2024ના પહેલા છ માસિક ગાળામાં  19.4% વધીને રૂ.12.84 અબજ થયો છે, જે નાણાકીય વર્ષ  2023ના પહેલા છ માસિક ગાળામાં રૂ. 10.75 હતો, જ્યારે નાણાકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિકમાં પીબીટી 25.3% વધીને રૂ. 7.64 અબજ થયો હતો, જે નાણાકીય વર્ષ 2023મા બીજા ત્રિમાસિકમાં રૂ. 6.10 અબજ હતો.

પરિણામે, નાણાકીય વર્ષ  2024ના પહેલા છ માસિક ગાળામાં વેરા પછીનો નફો (પીએટી) 3.0% વધીને રૂ. 9.68 અબજ થયો હતો, જે નાણાકીય વર્ષ  2023ના પહેલા છ માસિક ગાળામાં રૂ.  9.40 અબજ હતો.  નાણાકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિકમાં નફો 2.2% ઘટીને  રૂ. 5.77 અબજ થયો હતો જે નાણાકીય વર્ષ 2023ના બીજા ત્રિમાસિકમાં રૂ. 5.91 અબજ હતો. નાણાકીય વર્ષ 2023ના બીજા ત્રિમાસિકમાં વેરાની જોગવાઈને ઉલટાવવાની એક વખતની અસરને બાદ કરતાં, નાણાકીય વર્ષ 2024ના પહેલા ત્રિમાસિકમાં પીએટી 19.2% અને નાણાકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિકમાં 24.8% વધ્યો હતો.

નાણાકીય વર્ષ 2023ના પહેલા છ માસિકમાં 19.9% ની સરખામણીમાં નાણાકીય વર્ષ 2024ના પહેલા ત્રિમાસિકમાં સરેરાશ ઇક્વિટી પરનું વળતર (આરઓએઈ) 18.0% હતું જ્યારે નાણાકીય વર્ષ 2023ના બીજા ત્રિમાસિકમાં 24.5% ની સરખામણીમાં નાણાકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિકમાં આરઓએઈ 21.1% હતું.

30 સપ્ટેમ્બર, 2023ના રોજ સોલ્વન્સી રેશિયો 2.59x હતો જે 30 જૂન, 2023ના રોજ 2.53x હતો અને 1.50x ની ન્યૂનતમ નિયમનકારી જરૂરિયાત કરતા વધારે હતો. 31 માર્ચ, 2023ના રોજ સોલ્વન્સી રેશિયો 2.51x હતો.

કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નાણાકીય વર્ષ 2024ના પહેલા છ મહિના માટે શૅર દીઠ રૂ. 5.00નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે, જ્યારે નાણાકીય વર્ષ 2023ના પહેલા ત્રિમાસિકમાં શૅર દીઠ રૂ. 4.50નું ડિવિડંન્ડ જાહેર કરાયું હતું.