અમદાવાદ, 17 નવેમ્બરઃ હેવી વોલેટિલિટી અને વોલ્યૂમ્સ વચ્ચે ભારતીય શેરબજારો વિક્રમ સંવત 2080માં નવા વિક્રમો સર્જવા માટે જાણે સજ્જ બન્યા હોય તેમ ગુરુવારે હેવી વોલેટિલિટી અને વોલ્યૂમ્સ વચ્ચે નિફ્ટી-50 એક તબક્કે 19800 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ ટેકનિકલી રેઝિસ્ટન્સ ગણાતી સપાટી ક્રોસ કરી ગયો હતો. પરંતુ છેલ્લે છેલ્લે જોવા મળેલા પ્રોફીટ બુકિંગમાં સુધારો સંકડાયો હતો. ટેકનિકલી જોઇએ તો નિફ્ટી માટે હવે નવી રેન્જ 19500-19900 વચ્ચેની જોવા મળી રહી છે. 19800 ઉપર સળંગ 3 દિવસ બંધ રહે તો માર્કેટમાં સુધારાનું સ્થાન તેજી લઇ શકે છે.

રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ એનાલિસિસ રિપોર્ટ જણાવે છે કે, આરએસઆઇ અને અન્ય ટેકનિકલ ઇન્ડિકેટર્સ અવરલી ચાર્ટ ઉપર ઓવરબોટ કન્ડિશન દર્શાવે છે. તેથી હાલના મથાળેથી સાવચેતી પૂર્વક અને સ્ટોપલોસ સાથે ઇન્ટ્રા-ડે પોઝિશન્સ અને ટ્રેડિંગ માટે અભ્યાસ પૂર્વક આગળ વધવાની સલાહ મળી રહી છે.

ઇન્ટ્રા-ડે ટ્રેડ માટે આઇજીએલ અને દિપક નાઇટ્રેટ ખરીદવાની જ્યારે આરબીએલ બેન્કમાં સાવચેતીનો સૂર વ્યક્ત કરાઇ રહ્યો છે.

બેન્ક નિફ્ટીમાં પણ 45500 પોઇન્ટના રેઝિસ્ટન્સ પછી શાર્પ પ્રોફીટ બુકિંગ જોવા મળ્યું છે. 43800 પોઇન્ટની સપાટી મજબૂત ટેકાની સપાટી તરીકે વર્તી શકે છે. પરંતુ સાથે સાથે સુધારાની આગેકૂચ માટે 44500 પોઇન્ટની સપાટી કૂદાવવી પણ એટલી જ આવશ્યક રહેશે તેવું ટેકનિકલ નિષ્ણાતોનું કહેવું છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)