પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિટી ચેર- CEO જેન ફ્રેઝરને મળ્યાં, ભારતની વૃદ્ધિલક્ષી પ્રાથમિકતાઓને ટેકો આપવાની તકો પર ચર્ચા

મુંબઈ, 5જૂન – સિટીની ચેર અને CEO જેન ફ્રેઝરે ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે એક બેઠક કરી હતી, જેમાં તેમણે ભારતની આર્થિક વૃદ્ધિ અને રોકાણની પૃષ્ઠભૂમિ પર ચર્ચા કરી હતી તેમજ સિટી માટે દેશની મુખ્ય વિકાસલક્ષી પ્રાથમિકતાઓમાં સાથસહકાર જાળવી રાખવાની તકો પર વાત કરી હતી.
આ બેઠકમાં પ્રધાનમંત્રીએ વિકસિત ભારત 2047નાં લક્ષ્યને હાંસલ કરવા વિકાસ અને આર્થિક વૃદ્ધિને વેગ આપવા પોતાનું વિઝન તેમની સાથે વહેંચ્યું હતું. આ ચર્ચામાં અનેક વિષયો શામેલ હતા, જેમાં ભારતમાં રોકાણ અને મૂડીપ્રવાહ, વિદેશોમાં ભારતીય કૉર્પોરેટ ક્ષેત્ર માટે તકો, વૈકલ્પિક ઊર્જા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શામેલ હતા. તેમણે એ વાત પર વિચાર કર્યો કે, સિટી કઈ રીતે ભારતના આર્થિક એજન્ડાને વધારે ટેકો આપી શકે છે, દેશમાં વૈશ્વિક રોકાણકારોને આકર્ષિક કરવામાં મદદ કરી શકે છે અને દુનિયાભરમાં નવા બજારોમાં પોતાની કામગીરીઓનું વિસ્તરણ કરતી ભારતીય કંપનીઓનું સમર્થન કરી શકે છે. ઉપરાંત, તેમણે દેશ માટે વૈકલ્પિક ઊર્જા સ્રોતોના વિકાસ સાથે સંબંધિત તકો પર પણ ચર્ચા કરી હતી, જેમાં સૌર અને ગ્રીન હાઇડ્રોજન જેવી ગ્રીન એનર્જીના સ્રોત શામેલ છે. આ બેઠકમાં AI વિશે પણ ચર્ચા થઈ હતી, જેમાં નિયમનકારી ભૂમિકા અને આર્થિક વૃદ્ધિને ટેકો આપવા ઉપયોગ કરી શકાય એવી ટેકનોલૉજીનો લાભ લઈ શકાય એવા ક્ષેત્રો શામેલ છે.
બેઠકમાં ફ્રેઝરની સાથે સિટીના ભારતીય CEO અને બેંકિંગ હેડ તથા ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ સબ-ક્લસ્ટર હેડ કે. બાલાસુબ્રમનિયન સામેલ હતા. તેમણે બંનેએ મળીને એ વાત પર ગર્વ વ્યક્ત કર્યો હતો કે, સિટી લગભગ 125 વર્ષથી ભારતને સાથસહકાર આપી રહી છે. સાથે સાથે, તેમણે દેશમાં સિટીની તાજેતરમાં પ્રગતિ પર પણ ચર્ચા કરી હતી તથા દેશ અને પોતાના ગ્રાહકોને સહયોગ આપવા પ્રત્યે કંપનીની મજબૂત કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
દેશની અગ્રણી આંતરરાષ્ટ્રીય બેંક સિટી 2027માં ભારતમાં પોતાની કામગીરીનું 125મું વર્ષ ઉજવશે. હાલ સિટી બેંક મુંબઈમાં 3થી 5 જૂન, 2026 સુધી પોતાની સિટી ઇન્ડિયા કૉન્ફરન્સમાં 1,500થી વધારે ક્લાયન્ટ અને રોકાણકારોની યજમાન બની છે. આ પ્લેટફૉર્મનો ઉદ્દેશ ભારત સાથે સંબંધિત ચર્ચાઓને આગળ વધારવાનો અને વૈશ્વિક મૂડી માટે રોકાણની તકો બહાર લાવવાનો છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
