માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19765-19735, રેઝિસ્ટન્સ 19829-19863, ઇન્ટ્રા-ડે વોચઃ ટાટા સ્ટીલ, ICICI બેન્ક
અમદાવાદ, 28 નવેમ્બરઃ શેરબજાર સેન્ટિમેન્ટ જોઇએ તેવું જામતું નથી. સેન્સેક્સ નિફ્ટી જોઇને સોદા કરનારા વર્ગને હજી જ્યાં સુધી નિફ્ટી 19850 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ ટેકનિકલી મહત્વની સપોર્ટ સપાટી ક્રોસ થાય નહિં ત્યાં સુધી વિશ્વાસ બેસતો નથી. જેના કારણે માર્કેટમાં વોલ્યૂમ્સ અને વોલેટિલિટી નીચા રહે છે. પરંતુ જે રીતે ગ્લોબલ ઇકોનોમિ, જિયોપોલિટિકલ ઇશ્યૂઝ સોલ્વ થઇ રહ્યા છે તે જોતાં માર્કેટ માટે સુધરવાન પુરતાં કારણો છે. તે જોતાં નિફ્ટી આ સપ્તાહ દરમિયાન 19900 પોઇન્ટની સપાટીને ટચ કરે તેવી સંભાવના રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ એનાલિસિસ રિપોર્ટમાં વ્યક્ત કરાઇ છે. નીચામાં 19550- 19600 મહત્વની ટેકાની સપાટીઓ ધ્યાનમાં રાખી ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો આપી રહ્યા છે.
ઇન્ટ્રા-ડેવોચઃ ટાટા સ્ટીલ, ICICI બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ ખરીદો, HCL ટેક.માં સાવચેતી
બેન્ક નિફ્ટી તેની 200 દિવસીય એવરેજને ક્રોસ કરી 44000ની ક્રોસઓવર ક્રોસ કરે તેવી શક્યતા ટેકનિકલ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. આરએસઆઇ અને અન્ય મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ પોઝિટિવ બન્યા છે. તે સંકેત આપે છે કે, માર્કેટમાં અપમૂવની શક્યતા વધુ જણાય છે.
બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)