માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 21355- 21268, રેઝિસ્ટન્સ 21503- 21564, ઇન્ટ્રા-ડે વોચઃ CUB, PIIND
અમદાવાદ, 27 ડિસેમ્બરઃ ઓલટાઇમ હાઇની નજીક 92 પોઇન્ટના સુધારા સાથે નિફ્ટીએ બંધ આપ્યું છે. ઉપરમાં 21600- 21700 પોઇન્ટની સપાટીઓ મહત્વની રહેશે. ટ્રેન્ડ રિવર્સલની સ્થિતિમાં નિફ્ટી માટે 21100 પોઇન્ટની સપાટી રોક બોટમ સમજવી, આરએસઆઇ લોઅર રેન્જથી એવરેજ લાઇનનેક્રોસ કરી રહી છે. તે જોતાં મોમેન્ટમ પોઝિટિવ રહેવાની શક્યતા છે. ઇન્ટ્રા-ડે ટ્રેડ માટે નિફ્ટી માટે સપોર્ટ 21355- 21268 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ 21503- 21564 પોઇન્ટની સપાટીઓ ધ્યાનમાં રાખવાની સલાહ રિલાયન્સ સિક્યુરિટીઝ તરફથી મળી રહી છે.
ઇન્ટ્રા-ડે વોચઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ, ઇરેડા, ઇન્ફોસિસ, વીપ્રો, પીઆઇઇન્ડસ્ટ્રીઝ, ટાટા પાવર, અદાણી ગ્રીન, લૌરસ લેબ, એસબીએફસી, સિરકા પેઇન્ટ, એસજેવીએન
બેન્ક નિફ્ટી માટે ટેકનિકલી જોઇએ તો 47400 પોઇન્ટનું એવરેજ લેવલ જળવાઇ રહ્યું છે. આગલાં દિવસની કેન્ડલમાં રિવર્સલ પોઝિટિવ મોમેન્ટમ જણાય છે. તે જોતાં 48100 પોઇન્ટની સપાટી ક્રોસ થતાં સડસડાટ 48800 ક્રોસ થઇ શકે તેવું ટેકનિકલ નિષ્ણાતોનું માનવું છે.
બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)