CORPORATE NEWS
5ireએ સીરિઝ એ ફંડિંગમાં 100 મિલિયન ડોલર ઊભા કર્યા અને યુનિકોર્ન બની
- 5ireએ ભારતમાં સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતું બ્લોકચેઇન યુનિકોર્ન
- દુનિયામાં એકમાત્ર સસ્ટેઇનેબ્લ બ્લોકચેઇન યુનિકોર્ન બનવા બ્રિટનના SRAM & MRAM જૂથ પાસેથી ફંડ મેળવ્યું

નવી દિલ્હી: ફિફ્થ જનરેશન લેવલ 1 બ્લોકચેઇન નેટવર્ક અને વિશ્વની પ્રથમ અને એકમાત્ર સસ્ટેઇનેબ્લ બ્લોકચેઇન 5ireએ યુકેના જૂથ SRAM & MRAM પાસેથી સીરિઝ એ ફંડિંગમાં 100 મિલિયન ડોલરનું ફંડ ઊભું કર્યું છે. આ રોકાણ 5ireને ભારતમાં સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતી બ્લોકચેઇન યુનિકોર્ન અને દુનિયામાં એકમાત્ર સસ્ટેઇનેબ્લ બ્લોકચેઇન યુનિકોર્ન બનાવે છે, જેનું મૂલ્ય 1.5 અબજ ડોલર છે. 5ireની સ્થાપના ભારતીય મૂળના ઉદ્યોગસાહસિક પ્રતીક ગૌરી અને પ્રતીક દ્વિવેદીએ ઓગસ્ટ, 2021માં વેબ3 ફાઇનાન્શિયર વિલ્મા મેટ્ટિલા સાથે કરી હતી. 5ireએ એના સીડ રાઉન્ડમાં 110 મિલિયન ડોલરના મૂલ્યાંકન પર 21 મિલિયન ડોલરનું ફંડ મેળવ્યું હતું, જેમાં આલ્ફાબિટ, માર્શલેન્ડ કેપિટલ, લોંચપૂલ લેબ્સ, મૂનરોક કેપિટલ અને અન્ય ઘણા રોકાણકારો જેવા ખાનગી અને સંસ્થાગત એમ બંને રોકાણકારો પાસેથી ફંડ મેળવ્યું હતું. આ ફંડનો ઉપયોગ એશિયા, ઉત્તર અમેરિકા અને યુરોપ એમ ત્રણ ખંડમાં 5ireની કામગીરી વધારવા અને વ્યવસાયિક વિસ્તરણ માટે થશે, જેમાં ભારત કામગીરીના કેન્દ્ર તરીકે અને મુખ્ય ક્ષેત્ર તરીકે જળવાઈ રહેશે. આ પ્રસંગે SRAM & MRAM ગ્રૂપના ચેરમેન ડો. શૈલેષ લચુ હિરાનંદાનીએ કહ્યું કે, 5ire 17 યુએન સસ્ટેઇનેબ્લ ડેવલપમેન્ટ ગોલ્સ માટે સમાધાનો શોધવા માટે કટિબદ્ધ છે. 5ireના સીઇઓ અને સ્થાપક પ્રતિક ગૌરીએ કહ્યું કે,5ireની ટીમ એક પ્લેટફોર્મ વિકસાવવા સતત કામ કરે છે, જેમાં માનવજાતના લાભ માટે ટેકનોલોજી અને પ્રક્રિયાઓ એમ બંનેનો સમન્વય થયો છે. વિશ્વનું પ્રથમ અને ફક્ત 11 મહિનાઓમાં ભારતમાં એકમાત્ર સસ્ટેઇનેબ્લ યુનિકોર્ન બનવું એ પુરાવો છે કે, અમે યોગ્ય માર્ગે અગ્રેસર છીએ.
IDBI બેંકએ NRI ડિપોઝિટ્સ પર વ્યાજદર વધાર્યા
મુંબઈ: આઇડીબીઆઈ બેંકએ નોન રેસિડન્ટ એક્ષ્ટર્નલ (એનઆરઇ) ડિપોઝિટ પર વિશેષ વ્યાજદરની ઓફર પ્રસ્તુત કરવાની જાહેરાત કરી છે. આજે બેંકે જાહેરાત કરી હતી કે, એના બિન-રહેવાસી ગ્રાહકો હવે 1 વર્ષથી 3 વર્ષની મુદ્દત માટે તેમની એનઆરઇ ડિપોઝિટ પર 50 બીપીએસ વધુ વ્યાજદર મેળવી શકે છે. ડિપોઝિટ પર આ સંશોધિત વ્યાજદર 14 જુલાઈ, 2022થી લાગુ થશે.
દિનેશ રાધાક્રિશ્નન એન્જલ વનના ટેકનોલોજી ઓફિસર

મુંબઇ: એન્જલ વન લિમીટેડ (અગાઉ એન્જલ બ્રોકિંગ તરીકે જાણીતી) ફિનટેક ક્ષેત્રે હરણફાળ ભરી રહી છે ત્યારે તેણે દિનેશ રાધાક્રિશ્નનની ચિફ પ્રોડક્ટ એન્ડ ટેકનોલોજી ઓફિસર (સીટીપીઓ) તરીકે નિમણૂંક કરી છે. દિનેશ એન્જલ વન ખાતે ટેકનોલોજી, પ્રોડક્ટ અને ડિઝાઇન ટીમ્સનું નેતૃત્ત્વ કરશે. તેઓ ઓલા ઇલેક્ટ્રિકમાં સીટીઓ તરીકેની સફળ કારકીર્દી બાદ એન્જલ વનમાં જોડાયા છે, ત્યાં તેમણે ઓલા ઇલેક્ટ્રિકની સોફ્ટવેર એન્જિનીયરીંગ પાંખનુ નેતૃત્ત્વ કર્યુ હતુ અને વેબ સેલ અને ઓલા S1 સ્કુટર માટે વેબ પરની વ્યવસ્થા લોન્ચ કરવામાં સહાય કરી હતી તેમજ તેની પર આધારિત સોફ્ટવેર તૈયાર કર્યો હતો અને મદદ કરી હતી. વધુમાં તેઓ ઓલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટીમનું નેતૃત્ત્વ કરવાની સાથે પ્રિ-ઓન્ડ કાર્સ અને ડેશ (ક્વિક કોમર્સ) માટે સોફ્ટવેર ફંખશન્સ સ્થાપિત કરવા માટે પણ જવાબદાર હતા. ઓલા પહેલા, દિનેશ રકુટેન ઈન્ડિયા (મોબાઈલ ટેક્નોલોજી સોલ્યુશન્સ ડિવિઝન)માં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. રકુટેન ગ્રૂપમાં મોબાઇલ એપ્લિકેશન ક્ષમતાઓને સુધારવા માટે રકુટેન લિંક અને ઇન-એપ મેસેજિંગ પ્લેટફોર્મ્સ જેવી એપ્લિકેશનો બનાવવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી.
