NEW LISTING AT A GLANCE: MONEYVIEW 68 ટકા પ્રિમિયમે લિસ્ટેડ
અમદાવાદ, 1 ઓક્ટોબરઃ આજે મેઇનબોર્ડમાં મની વ્યૂ અને એવન સ્ટીલના આઇપીઓ લિસ્ટેડ થયા હતા. તે પૈકી મની વ્યૂ રૂ. 34ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 55.61ની સપાટીએ ખૂલી છેલ્લે આ લખાય છે ત્યારે 12 વાગ્યા આસપાસ રૂ. 57.44ની સપાટીએ 68 ટકા પ્રિમિયમે રોકાણકારોને ન્યાલ કરી રહ્યો હતો. જ્યારે એવન સ્ટીલ રૂ. 405ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 462ની સપાટીએ ખૂલી હેવી સેલિંગ પ્રેશર વચ્ચે છેલ્લે રૂ. 413.55ની સપાટીએ બંધ રહ્યો હતો. એસએમઇ પ્લેટફોર્મ ખાતે પણ બે આઇપીઓ લિસ્ટેડ થયા હતા. તે પૈકી રૂપા સ્ક્રીન રૂ. 64ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 121.60ની સપાટીએ ખૂલી છેલ્લે રૂ. 115.52 અને પેશ્વા વ્હિટ રૂ. 101ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 100.05ની સપાટીએ ખૂલી છેલ્લે ડિસ્કાઉન્ટમાં રૂ. 95.05 બોલાતો હતો.
Mainboard Listing
| script | issue price | listing | last |
| Moneyview | 34.00 | 55.61 | 57.44 |
| A-One Steels India | 405 | 462.00 | 413.55 |
SME Listing
| script | issue price | listing | last |
| Roopa Screen | 64.00 | 121.60 | 115.52 |
| Peshwa Wheat | 101.00 | 100.05 | 95.05 |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
