અમદાવાદ, 29 ડિસેમ્બર: ઓટોમોટિવ કોમ્પોનન્ટ્સ ઉત્પાદક એમફોર્સ ઓટોટેક લિમિટેડે BSE SME સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યાંની જાહેરાત કરી છે. આ ઓફરિંગમાં પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા 55,00,000 ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે.

DRHP મૂજબ કંપની આઇપીઓમાંથી એકત્રિત ભંડોળના રૂ. 10 કરોડનું રોકાણ તાજેતરમાં હસ્તગત કરેલી પેટા કંપની એમફોર્સ મોબિલિટી સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડમાં કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે, જેથી હિમાચલ પ્રદેશના બદ્દીમાં ઝારમાજરી ખાતે નવા ઉત્પાદન પ્લાન્ટની સ્થાપના કરી શકાય. આ ઉપરાંત કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરવા તથા કોર્પોરેટના સામાન્ય હેતુ માટે ભંડોળનો ઉપયોગ કરાશે.

બુક રનિંગ લીડ મેનેજરઃ  બીલાઇન કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ તથા લિંક ઇનટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ રજિસ્ટ્રાર છે.

કંપનીની કામગીરી એટ એ ગ્લાન્સઃ

પંચકુલામાં હેડક્વાર્ટર ધરાવતી કંપની મહત્વપૂર્ણ ઓટોમોટિવ ડ્રાઇવટ્રેન પાર્ટ્સનું ઉત્પાદન કરે છે તથા તેની પ્રોડક્ટ્સની નિકાસ મુખ્યત્વે ઉત્તર અમેરિકા અને એશિયા સહિત છ ખંડોમાં કરે છે. એમફોર્સ ડિફરેન્શિયલ હોઝિંગ, ડિફરેન્શિયલ લોકર, ડિફરેન્શિયલ કવર, 4ડબલ્યુડી લોકિંગ હબ, સ્પિંડેન્લ, એક્સલ અને શાફ્ટ, ગિયર શિફ્ટર, યોક, ડિફરેન્શિયલ સ્પૂલ, ડિફરેન્શિયલ ટુલ અને વિવિધ પ્રકારના ફોર્જ-કાસ્ટ પાર્ટ્સ સહિતના ઓટોમોટિવ ડ્રાઇવટ્રેન પાર્ટ્સની વિશાળ શ્રેણીનું ઉત્પાદન કરે છે, જેનો ઉપયોગ 4-વ્હીલ ડ્રાઇવ અને પર્ફોર્મન્સ રેસિંગ વ્હીકલમાં થાય છે. તેનો ઉત્પાદન પ્લાન્ટ હિમાચલ પ્રદેશમાં બદ્દી ખાતે 1,50,000 ચોરસફૂટમાં ફેલાયેલો છે.

કંપની હિમાચલ પ્રદેશના બદ્દીમાં ઝારમાજરી ખાતેના તેના આગામી ઉત્પાદન એકમમાં ઓટોમોટિવ/એન્જિનિયરિંગ ઉદ્યોગો અને વાણિજ્યિક ઉત્પાદન માટે રોટાવેટર/અન્ય કૃષિ સાધનો અને સ્ટીલ ફોર્જિંગમાં વપરાતા બ્લેડનું ઉત્પાદન કરવા જઈ રહી છે, જે ફેબ્રુઆરી 2024માં શરૂ થવાની ધારણા છે.

કંપનીની આઇપીઓ યોજના વિશે પ્રતિક્રિયા આપતાં એમફોર્સ ઓટોટેક લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર અશોક મહેતાએ જણાવ્યું હતું કે, અમે આઇપીઓમાંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ અમારી પેટા કંપની ઇએમએસપીએલમાં રોકાણ કરવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ, જેથી ઉત્પાદન ક્ષમતાઓમાં વિસ્તરણ કરી શકાય તથા નવા પ્રદેશો જેમકે યુરોપ, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, મધ્ય-પૂર્વ, એશિયા પેશિફિક અને ભારતમાં ઉપલબ્ધ નવી તકોને હાંસલ કરી શકાય. 4-વ્હીલ ડ્રાઇવ અને પર્ફોર્મન્સ રેસિંગ વ્હીકલ માટે સપ્લાય કરવા ઉપરાંત અમે કૃષિ, ઓફ હાઇવે, ઇવી, રેલવે અને ડિફેન્સ જેવાં ક્ષેત્રોમાં અમારી પ્રોડક્ટ્સનું વિસ્તરણ કરવા ઉપર ધ્યાન આપી રહ્યાં છીએ.

કંપનીની નાણાકીય કામગીરી એટ એ ગ્લાન્સઃ

નાણાકીય વર્ષ 2022-23માં કંપનીની કુલ આવકો રૂ. 48.75 કરોડ હતી, જે નાણાકીય વર્ષ 2021-22માં રૂ. 71.38 કરોડ હતી. નાણાકીય વર્ષ 2022-23માં કંપનીનો પીએટી રૂ. 4.38 કરોડ હતો, જે નાણાકીય વર્ષ 2021-22માં રૂ. 7.32 કરોડ હતો.

https://businessgujarat.in/ વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)