અમદાવાદ, 8 જાન્યુઆરી: ઇલેક્ટ્રીકલ ઇપીસી સર્વિસિસ કંપની કોન્સ્ટેલેક એન્જિનિયર્સ લિમિટેડે જાન્યુઆરી 2024માં તેના પ્રારંભિક જાહેર ભરણા (IPO) દ્વારા અંદાજે રૂ. 25 કરોડ ઊભા કરવાની યોજનાની જાહેરાત કરી છે. કંપની એનએસઇ ઇમર્જ ઉપર લિસ્ટ થવાનો આશય રાખે છે. IPOમાં બુક બિલ્ડિંગ પ્રાઇઝ ઉપર પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમતના 41 લાખ ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે.

ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજરઃ બીલાઇન કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ તથા સ્કાયલાઇન ફાઇનાન્સિયલ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ રજિસ્ટ્રાર છે.

કંપનીની કામગીરી અને ઇતિહાસઃ મુંબઇમાં હેડક્વાર્ટર ધરાવતી ઇપીસી કોન્ટ્રાક્ટર ફુલ-સ્કેલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ, પ્રોક્યોરમેન્ટ સપોર્ટ તથા સમગ્ર ભારત અને વિદેશોમાં વિવિધ ઇલેક્ટ્રીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્સ્ટ્રુમેન્ટેશન અને ઓટોમેશન પ્રોજેક્ટ્સ માટે વ્યાપક એન્જિનિયરીંગ સેવાઓ ડિલિવર કરે છે. તેની સેવાઓ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓઇલ અને ગેસ, રિફાઇનરી, સ્ટીલ, સિમેન્ટ, ફાર્માસ્યુટિકલ, ટેક્સટાઇલ, હોસ્પિટલ અને હેલ્થ કેર સહિતના વિવિધ ક્ષેત્રોમાં લાગુ પડે છે.

કેઇએલ આશરે રૂ. 565 કરોડના મૂલ્યના 50થી વધુ મોટા પ્રોજેક્ટ્સની ઓર્ડર બુક ધરાવે છે, જે અમલીકરણના વિવિધ સ્તરમાં છે. કંપનીના વર્તમાન પ્રોજેક્ટ્સમાં જેએસડબલ્યુ વિજયનગર મેટાલિક્સ લિમિટેડ, રાજસ્થાન રિફાઇનરી પ્રોજેક્ટ, એચઆરઆરએલ પચપદ્રા, મેંગ્લોર ટર્મિનલ એક્સપાન્શન પ્રોજેક્ટ, કર્ણાટક સ્ટેટ અને નાઇજીરિયામાં બેનુ સિમેન્ટ પ્લાન્ટ જેવાં અગ્રણી કોર્પોરેટ્સ પાસેથી  ઇલેક્ટ્રીકલ, કન્સ્ટ્રક્શન પાવર વર્ક તથા ઇન્સ્ટ્રુમેન્ટેશન વર્ક સામેલ છે.

IPOના મુખ્ય ઉદ્દેશ્યો એક નજરે: કંપની ઊભા કરાયેલા ભંડોળનો ઉપયોગ લાંબાગાળાના પ્રોજેક્ટ્સ માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સની ખરીદી, કાર્યકારી મૂડી ખર્ચ તથા વિવિધ ક્લાયન્ટ્સને કોલેટરલ સિક્યુરિટીઝ પ્રદાન કરવા માટે કરવાનો આશય ધરાવે છે. બાકીના ભંડોળનો ઉપયોગ કોર્પોરેટના સામાન્ય હેતુઓ તથા જાહેર ભરણાના ખર્ચ માટે કરાશે.

કોન્સ્ટેલેક એન્જિનિયર્સ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર અને ચેરમેન બિહારીલાલ રવિલાલ શાહે જણાવ્યું હતું કે, અમારી મજબૂત ઓર્ડર બુક અને ક્લાયન્ટ્સ સાથે લાંબાગાળાના સંબંધોએ ઉચ્ચ ગુણવત્તાયુક્ત, સુરક્ષિત અને ઇનોવેટિવ સોલ્યુશન પ્રત્યેની અમારી કટીબદ્ધતા દર્શાવે છે. અમે IPOમાંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરવા તથા ભારત અને વિદેશમાં અમારી કામગીરીને વધુ કાર્યક્ષમ કરવા માટે કરીશું.

કંપનીના ગ્રાહકોમાં ટોચની કંપનીઓનો સમાવેશઃ કંપનીના ક્લાયન્ટ્સમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ, જેએસડબલ્યુ સ્ટીલ, ઇન્ડિયન ઓઇલ, બીપીસીએલ, એચપીસીએલ, સીપીસીએલ, એમઆરપીએલ, ઇસરો, એસસી, બીએઆરસી, ડાંગોટે ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, અદાણી, એનટીપીસી, ટાટા સ્ટીલ લિમિટેડ, અદાણી, એનટીપીસી, ટાટા સ્ટીલ લિમિટેડ સહિત અગ્રણી કોર્પોરેટ જૂથો સામેલ છે.

https://businessgujarat.in/ વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)