નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર અદાણી એરપોર્ટે સ્વિર્લ ટ્રાન્ઝિટ હોટેલ શરુ કરી

નવી મુંબઈ, ૦7 ઓક્ટોબર ૨૦૨૬: ખાનગી એરપોર્ટ ઓપરેટર, અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ. (AAHL) એ મુસાફરોને એરપોર્ટમાં આરામ કરવા, ફ્રેશ થવા કે કાર્ય કરવાની સુવિધા આપતી ૮૦ રૂમની ક્ષમતાની સ્વિર્લ ટ્રાન્ઝિટ હોટેલ નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (NMIA) ઉપર શરૂ કરી છે .

ટર્મિનલ ૧ના આગમન સ્તરે  બે માળની ટ્રાન્ઝિટ હોટેલ લાંબો સમય રહેવા, વહેલા પ્રસ્થાન, મોડા પહોંચવા અને ટૂંકા રોકાણની જરૂરિયાતોના સંજોગોમાં મુસાફરોની સગવડ માટે શરુ કરવામાં આવી છે. અહીં મહેમાનો શાવર, ભોજન સહિતની વિવિધ હોટેલ સેવાઓની સગવડ મેળવી શકે તે માટે ચાર કલાક અથવા રાત્રિ રોકાણનો વિકલ્પ પસંદ કરી શકે છે.

આ હોટેલમાં છ શ્રેણીઓમાં ૧૩૦ ચોરસ ફૂટથી ૪૧૦ ચોરસ ફૂટ સુધીના સુપિરિયર સિંગલ, સુપિરિયર ડબલ, સુપિરિયર ટ્વીન, સુપિરિયર એક્સેસિબલ, જુનિયર સ્યુટ અને એક્ઝિક્યુટિવ સ્યુટ મળી ૮૦ રૂમ છે.

સ્વિર્લ ટ્રાન્ઝિટ હોટેલ હાઇ-સ્પીડ વાઇ-ફાઇ, સ્માર્ટ ટેલિવિઝન, સમર્પિત વર્કસ્ટેશન, ઇલેક્ટ્રોનિક સેફ, ચા- કોફીની સુવિધાઓ, પ્રીમિયમ બેડ અને બાથ લેનિન, ટોયલેટરીઝ અને રૂમમાં ભોજનની ઓફર કરે છે. એક્સપ્રેસ લોન્ડ્રી, કન્સીજર્ડ સહાય, ૨૪-કલાક હાઉસકીપિંગ, પિક-અપ અને ડ્રોપ સેવાઓ અને વેક-અપ કોલનો પણ મહેમાનો લાભ લઈ શકે છે.

આ મિલકતમાં ૪૦ મહેમાનો માટે બેસવાની સુવિધા સાથેનું ૨૪-કલાક કાર્યરત ડાઇનિંગ રેસ્ટોરન્ટ, રૂમમાં ભોજન, ગ્રેબ-એન્ડ-ગો વિકલ્પો અને વાઇન બાર શામેલ છે.

આગામી સમયમાં ગુવાહાટીના લોકપ્રિયા ગોપીનાથ બારડોલોઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે સ્વિર્લ ટ્રાન્ઝિટ હોટેલ શરુ કરવામાં આવશે, આ એરપોર્ટના ટર્મિનલ ટુ ના એરપોર્ટ-સુરક્ષિત ઝોનમાં આગમન વિસ્તારના લેવલ ૩ ઉપર ૨૧ રૂમનુ આયોજન છે. તે ડાઇનિંગ અને હોસ્પિટાલિટી સેવાઓ સાથે કલાક દીઠ અને રાત્રિ રોકાણની સેવા આપશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)