મુંબઈ, 8 જાન્યુઆરીઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.51172.71 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.10,085.59 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.41076.41 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં MCX પર સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.62,511ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,511 અને નીચામાં રૂ.61,925 ના મથાળે અથડાઈ, રૂ.600 ઘટી રૂ.61,957ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.489 ઘટી રૂ.50,193 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.50 ઘટી રૂ.6,127ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.586 ઘટી રૂ.62,005ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.72,457ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,473 અને નીચામાં રૂ.71,806 ના મથાળે અથડાઈ, રૂ.677 ઘટી રૂ.71,910 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.653 ઘટી રૂ.72,008 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.654 ઘટી રૂ.72,017 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે તાંબુ જાન્યુઆરી વાયદો રૂ.721.25ના ભાવે ખૂલી, રૂ.1.35 ઘટી રૂ.719.35 જ્યારે એલ્યુમિનિયમ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1.15 ઘટી રૂ.204.30 તેમ જ સીસું જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.70 ઘટી રૂ.182ના ભાવ થયા હતા. જસત જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.2 ઘટી રૂ.224ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જાન્યુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.1.20 ઘટી રૂ.204.30 સીસુ-મિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.40 ઘટી રૂ.182.30 જસત-મિની જાન્યુઆરી વાયદો રૂ.2.05 ઘટી રૂ.223.60 બોલાઈ રહ્યો હતો.

ક્રૂડ તેલ રૂ.162 ઘટ્યું, કોટન-ખાંડી વાયદો રૂ.520 ઘટ્યો

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,077ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,097 અને નીચામાં રૂ.5,958 ના મથાળે અથડાઈ, રૂ.162 ઘટી રૂ.5,966 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી વાયદો રૂ.161 ઘટી રૂ.5,970 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.238ના ભાવે ખૂલી, રૂ.4.30 ઘટી રૂ.232.20 અને નેચરલ ગેસ-મિની જાન્યુઆરી વાયદો 4.2 ઘટી 232.3 બોલાઈ રહ્યો હતો.

મેન્થા તેલમાં સુધારો, બુલડેક્સ વાયદો 16065 પોઈન્ટના સ્તરે

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે કોટન ખાંડી જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.55,920ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.55,920 અને નીચામાં રૂ.55,540 ના મથાળે અથડાઈ, રૂ.520 ઘટી રૂ.55,540ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.30 વધી રૂ.929.50 બોલાયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.10086 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.41076 કરોડનું ટર્નઓવર

ઈન્ડેક્સ ફ્યુચર્સઃ MCX પર બુલડેક્સ જાન્યુઆરી વાયદો 16,170 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 16,182 અને નીચામાં 16,065 બોલાઈ, 117 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 152 પોઈન્ટ ઘટી 16,065 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.  કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં MCX પર સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સ પૈકી ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.5,300 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.683.60ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.683.60 અને નીચામાં રૂ.683.20 ના મથાળે અથડાઈ, રૂ.119.80 ઘટી રૂ.683.40 થયો હતો, જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.330 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.0.35 ખૂલી, ઉપરમાં રૂ.3.85 અને નીચામાં રૂ.0.30 રહી, અંતે રૂ.0.05 ઘટી રૂ.0.30 થયો હતો.

https://businessgujarat.in/ વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)