મોતીલાલ ઓસ્વાલ મ્યુચ્યુઅલ ફંડ રજૂ કરે છે ‘મોતીલાલ ઓસ્વાલ કોન્ટ્રા ફંડ’
અમદાવાદ, 8th મે: મોતીલાલ ઓસ્વાલ મ્યુચ્યુઅલ ફંડ (MOMF) દ્વારા તેની નવી ફંડ ઓફર (NFO), મોતીલાલ ઓસ્વાલ કોન્ટ્રા ફંડની જાહેરાત કરવામાં આવી છે, જે પ્રવાહથી વિરુદ્ધની રોકાણ વ્યૂહરચના (કોન્ટ્રારિયન ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી) અનુસરતી એક ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે.
પ્રવાહથી વિરુદ્ધની રોકાણ વ્યૂહરચના (કોન્ટ્રારિયન સ્ટ્રેટેજી) એ રોકાણની એક એવી શૈલી છે જે સામાન્ય રીતે બજારના પ્રવર્તમાન ટ્રેન્ડ કરતા ઉલટું રોકાણ કરે છે. આ પદ્ધતિ એવી કંપનીઓમાં રોકાણની તકો શોધવાનો પ્રયાસ કરે છે જે હાલમાં બજારમાં ઓછી લોકપ્રિય હોય અથવા કામચલાઉ ધોરણે તેનું મૂલ્ય ઓછું આંકવામાં આવ્યું હોય, છતાં તે કંપનીઓ મજબૂત પાયો ધરાવતી હોય અને લાંબા ગાળે ફરી બેઠી થવાની ક્ષમતા ધરાવતી હોય. બજારના સંપૂર્ણ ચક્ર દરમિયાન લાંબા ગાળાના રોકાણનો અભિગમ અપનાવીને, આ પદ્ધતિ રોકાણકારોને બજારમાં અલગ ઓળખ સાથે એક્સપોઝર મેળવવાની તક આપે છે. તે કિંમત અને મૂલ્ય વચ્ચેના તફાવત જેવી બજારની અસમાનતાઓનો લાભ લેવાની સાથે પોર્ટફોલિયોના વૈવિધ્યકરણમાં પણ મદદ કરે છે.
બજારના વિવિધ ચક્ર દરમિયાન મેટલ્સ, રિયલ એસ્ટેટ, બેંકિંગ અથવા ઓટો જેવા વિવિધ ક્ષેત્રોમાં નેતૃત્વ બદલાતું રહે છે, ત્યારે આવા સેક્ટર્સમાં વૈવિધ્યસભર અને અલગ રોકાણનું એક્સપોઝર મેળવવું વધુને વધુ મહત્વનું બન્યું છે. મોતીલાલ ઓસ્વાલ કોન્ટ્રા ફંડનો ઉદ્દેશ્ય ઉભરતી તકોને તેના શરૂઆતના તબક્કામાં ઓળખીને તેનો લાભ લેવાનો છે, જે રોકાણકારોને લાંબા ગાળાની સંપત્તિ નિર્માણ માટે શિસ્તબદ્ધ અને સંશોધન-આધારિત અભિગમ પૂરો પાડે છે.
આ ફંડની મુખ્ય વિગતો:
NFOનો સમયગાળો: 8 May, 2026 ના રોજ ખુલશે અને 22 May, 2026 ના રોજ બંધ થશે.
રોકાણનો ઉદ્દેશ્ય: મુખ્યત્વે પ્રવાહથી વિરુદ્ધની વ્યૂહરચના દ્વારા ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સાધનોમાં રોકાણ કરીને લાંબા ગાળાની મૂડી વૃદ્ધિ હાંસલ કરવાનો છે. જોકે, એવી કોઈ ખાતરી નથી કે આ યોજનાનો રોકાણ ઉદ્દેશ્ય સિદ્ધ થશે જ.
બેન્ચમાર્ક: નિફ્ટી 500 ટોટલ રિટર્ન ઇંડેક્સ
રોકાણકાર પ્રોફાઇલ: આ પ્રોડક્ટ એવા રોકાણકારો માટે યોગ્ય છે જેઓ લાંબા ગાળા માટે મૂડી વૃદ્ધિ ઈચ્છે છે અને મુખ્યત્વે પ્રવાહથી વિરુદ્ધની વ્યૂહરચના દ્વારા ઇક્વિટી અથવા ઇક્વિટી સંબંધિત સાધનોમાં રોકાણ કરવા માંગે છે.
લઘુત્તમ અરજી:
NFOસમયગાળા દરમિયાન અને ત્યારબાદ પણ:
લમ્પસમ (એકસાથે) રોકાણ માટે: રૂ. 500 અને ત્યારબાદ રૂ. 1 ના ગુણાંકમાં ગમે તેટલી રકમ.
વધારાના રોકાણ માટે: રૂ. 500 અને ત્યારબાદ રૂ. 1 ના ગુણાંકમાં ગમે તેટલી રકમ.
એક્ઝિટ લોડ:
જો ફાળવણી ના 365 દિવસની અંદર યુનિટ રિડીમ કરવામાં આવે: 1%.
જો ફાળવણીની તારીખથી 365 દિવસ પછી રિડીમ કરવામાં આવે: શૂન્ય. એમઓએમએફ ની વિવિધ યોજનાઓ વચ્ચે કરવામાં આવતા સ્વિચ પર એક્ઝિટ લોડ લાગુ થશે. યોજનાના અલગ-અલગ વિકલ્પો વચ્ચે સ્વિચ કરવા માટે કોઈ લોડ લાગશે નહીં. વધુમાં, એ સ્પષ્ટ કરવામાં આવે છે કે એક જ સ્કીમમાં અલગ-અલગ પ્લાન વચ્ચે કરવામાં આવતા સ્વિચ-આઉટ પર કોઈ એક્ઝિટ લોડ લેવામાં આવશે નહીં.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
