અમદાવાદ, 8 જાન્યુઆરીઃ યુનિકોમર્સ ઇસોલ્યુશન્સ લિમિટેડે IPO માટે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (“SEBI”)માં ફાઇલ કર્યુ છે. આ ઓફરમાં “સેલિંગ શેરહોલ્ડર” (“વેચાણ માટેની ઓફર”) દ્વારા 2,98,40,486 જેટલા ઇક્વિટી શેર્સ સુધીના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે, જેમાં પ્રત્યેક ઈક્વિટી શેર રૂ. 1ની ફેસ વેલ્યુનો છે.

લીડ મેનેજર્સઃ IIFL સિક્યોરિટીઝ અને CLSA ઈન્ડિયા ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.

કંપનીની નાણાકીય કામગીરી એક નજરે

2012માં સ્થપાયેલ, યુનિકોમર્સ નાણાંકીય વર્ષ 2021થી ચોખ્ખો નફો નોંધાવતી રહી છે. DRHP મુજબ કંપની નાણા વર્ષ 2023 અને નાણા વર્ષ 2022માં પાછલા નાણા વર્ષો કરતાં અનુક્રમે 52.56% અને 47.55%ની આવક વૃદ્ધિ સાથે નફાકારકતા અને વૃદ્ધિનો સતત ટ્રેક રેકોર્ડ ધરાવે છે. સપ્ટેમ્બર 2023ના રોજ પૂરા થયેલા સમયગાળા માટે, યુનિકોમર્સે રૂ. 103.74 કરોડની વાર્ષિક રિકરિંગ રેવન્યુ (એઆરઆર) હાંસલ કરી હતી.

કંપનીની કામગીરી અને ઇતિહાસ

યુનિકોમર્સ ભારતમાં મોટા પ્રમાણમાં અને વિકસી રહેલા અગ્રણી ક્લાયન્ટ્સ વર્ગને સેવાઓ પૂરી પાડે છે. તેમાં લેન્સકાર્ટ, ફેબિન્ડિયા, ઝિવામે, ટીસીએનએસ, મામાઅર્થ, ઈમામી, સુગર, બોટ, પોર્ટ્રોનિક્સ, ફાર્મઈઝી, જીએનસી, સેલો, અર્બન કંપની, મેન્સા, જી.ઓ.એ.ટી., શિપરોકેટ, એક્સપ્રેસબીઝ અને અન્યનો સમાવેશ થાય છે. 30 સપ્ટેમ્બર, 2023ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે, કંપનીનો 743 એન્ટરપ્રાઇઝ ક્લાયન્ટ્સ અને 2,830 એસએમબી ક્લાયન્ટ્સ માટેનો વાર્ષિક રન-રેટ 763.82 મિલિયન ઓર્ડર આઇટમ્સ પ્રોસેસિંગનો હતો. રેડસીરના રિપોર્ટ મુજબ કંપનીએ નાણાંકીય વર્ષ 2022 દરમિયાન ભારતના ઈ-કોમર્સ ડ્રોપશીપ વોલ્યુમના આશરે 20-25% પ્રોસેસ કર્યા હતા. યુનિકોમર્સના મોટાભાગના ગ્રાહકો ભારતમાં છે અને કંપનીના અન્ય છ દેશોમાં પણ ગ્રાહકો છે, મુખ્યત્વે દક્ષિણ પૂર્વ એશિયા અને મધ્ય પૂર્વમાં.  યુનિકોમર્સનું નેતૃત્વ તેના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કપિલ મખીજા કરે છે.

https://businessgujarat.in/ વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)