માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 21700 સોલિડ રેઝિસ્ટન્સ, 21300 રોક બોટમ, ઇન્ટ્રા-ડે વોચઃ ડિવિઝ લેબ, કોટક બેન્ક, HCL ટેક.
અમદાવાદ, 31 જાન્યુઆરીઃ નિફ્ટીએ 21700 ક્રોસ કર્યા પછી ફરી એકવાર, વારંવાર 21700ની સપાટી ઉપર હેવી સેલિંગ પ્રેશરના કારણે 21700ની સપાટી ગુમાવવી પડી છે. માર્કેટ સેન્ટિમેન્ટ અને ટોન તેજી તરફી હોવા છતાં નાના રોકાણકારોમાં સાવચેતીનો સૂર વર્તાઈ રહ્યો છે. નિફ્ટી માટે નેક્સ્ટ રોક બોટમ 21300 પોઇન્ટની નિષ્ણાતો ગણાવી રહ્યા છે. રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ રિપોર્ટ અનુસાર નિફ્ટી માટે ઇન્ટ્રા-ડે સપોર્ટ 21412- 21301 અને રેઝિસ્ટન્સ 21723- 21924 પોઇન્ટની સપાટીઓ ધ્યાનમા રાખવાની સલાહ મળી રહી છે. ડેઇલી ચાર્ટ ઉપર નિફ્ટીએ આગલાં દિવસના સુધારા સામે મંગળવારે 50 ટકા ધોવાણ નોંધાવ્યું છે. બજાર નિષ્ણાતોની ધારણા અનુસાર બજેટની જાહેરાત પૂર્વે માર્કેટમાં અવઢવની સ્થિતિ રહે તે સ્વાભાવિક છે. 21200- 21800 બન્ને મહત્વની બ્રેકઆઉટ સપાટીઓ ધ્યાનમા રાખવાની પણ સલાહ મળી રહી છે.
ઇન્ટ્રા-ડે વોચઃ ડિવિઝ લેબ, કોટક બેન્ક, એચડીએફસી બેન્ક, એચસીએલ ટેક, ઇરેડા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ, આઇએફસીઆઇ, ડાબર
બેન્ક નિફ્ટીઃ ઇન્ટ્રા-ડે સપોર્ટ 45156- 44945, રેઝિસ્ટન્સ 45629- 45890
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)