અમદાવાદઃ DCX Systemsનો IPO છેલ્લા દિવસે 69.79 ગણો છલકાયો હતો. પ્રાઈમરી માર્કેટમાં ચાલુ કેલેન્ડર વર્ષ દરમિયાન યોજાયેલા 25 IPOમાં સબ્સ્ક્રિપ્શન મામલે સુપરહીટ IPOની યાદીમાં ડીસીએક્સ સિસ્ટમ્સનો IPO જોડાયો છે. અંતિમ દિવસે કુલ 69.79 ગણા સબ્સ્ક્રિપ્શન સાથે ત્રીજો સૌથી વધુ સબ્સ્ક્રાઈબ થનારો IPO રહ્યો છે. રિટેલ પોર્શન સૌથી વધુ 61.77 ગણો ભરાયો હતો. કંપનીને રૂ.500 કરોડની ઈશ્યૂ સાઈઝના IPO માટે 69.79 ગણી અર્થાત રૂ. 34895 કરોડના બીડ મળ્યા છે.

ગ્રે માર્કેટમાં પ્રિમિયમમાં ઉછાળોઃ ગ્રે માર્કેટમાં IPOની તારીખ જાહેર થતાં જ રૂ. 60 પ્રિમિયમ હતા. જે સતત વધી હાલ રૂ. 80-85 આસપાસ બોલાઈ રહ્યા છે. શેર એલોટમેન્ટ 7 નવેમ્બરે અને લિસ્ટિંગ 11 નવેમ્બરે થશે.

કેટેગરીસબ્સ્ક્રિપ્શન(X)
QIB84.32
NII43.97
Retail61.77
કુલ69.79

Fusion Microfinanceના આઇપીઓને પ્રથમ દિવસે ઢીલો પ્રતિસાદ

ફ્યુઝન માઈક્રો ફાઈનાન્સના IPOને પ્રથમ દિવસે કોઈ ખાસ પ્રતિસાદ મળ્યો નથી. સાંજ સુધીમાં રિટેલ પોર્શન 0.14 ગણો, એનઆઈઆઈ 0.23 ગણા સાથે કુલ 0.12 ગણો ભરાયો હતો. રૂ. 1103.99 કરોડના IPOની પ્રાઈસ બેન્ડ 350-368 છે. ઈશ્યૂ 4 નવેમ્બરે બંધ થશે. ગ્રે પ્રિમિયમ રૂ. 35 છે.

બિકાજી અને ગ્લોબલ હેલ્થનો IPO ગુરુવારે ખૂલશે

બિકાજી ફૂડ્સ ઈન્ટરનેશનલનો રૂ. 881 કરોડનો IPO ગુરૂવારે ખૂલી રહ્યો છે. જેની પ્રાઈસ બેન્ડ રૂ. 285-300  અને માર્કેટ લોટ 50 શેર્સ છે. ગ્રે પ્રિમિયમ ઈશ્યૂ પ્રાઈઝ સામે રૂ. 75-80 છે.

ગ્લોબલ હેલ્થનો આઇપીઓ પણ ગુરુવારે ખુલશે

તદુપરાંત ખાનગી સેક્ટરની ટોચની હેલ્થકેર ચેઈનમાં સામેલ ગ્લોબલ હેલ્થ લિ.નો રૂ. 2205.57 કરોડનો IPO પણ આવતીકાલે ખૂલશે. પ્રાઈસ બેન્ડ રૂ. 319-336માં 44 શેર એપ્લિકેશનદીઠ ઓફર કરશે.

આવતીકાલે શરૂ થનારા IPO એટ અ ગ્લાન્સ

IPOઈશ્યૂ સાઈઝપ્રાઈસ બેન્ડમાર્કેટ લોટગ્રે પ્રિમિયમ
બિકાજી ફૂડ્સ881285-3005075
ગ્લોબલ હેલ્થ2206319-3364425

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)