HALનો Q4 ચોખ્ખો નફો 52% વધી Rs 4,308 કરોડ
અમદાવાદ, 16 મેઃ હિન્દુસ્તાન એરોનોટિક્સે 31 માર્ચ 2024 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે 52 ટકા વૃદ્ધિ સાથે રૂ. 4308 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કામગીરીમાંથી કંપનીની આવક વાર્ષિક ધોરણે 18 ટકા વધીને Q4માં રૂ. 14,768.70 કરોડ થઈ છે. જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં રૂ. 12,494 કરોડ હતી. આગલાં ક્વાર્ટરની સરખામણીમાં એટલેકે નફો અગાઉના ડિસેમ્બર ક્વાર્ટરમાં નોંધાયેલા રૂ. 1,261 કરોડથી બમણા કરતાં વધુ છે. કંપનીનો ખર્ચ એક વર્ષ અગાઉ રૂ. 10,360 કરોડથી ઘટીને રૂ. 9,543 કરોડ થયો છે. કંપનીએ જાન્યુઆરી-માર્ચના સમયગાળા દરમિયાન રૂ. 5470 કરોડની EBITDA (વ્યાજ, કર, ઘસારા અને ઋણમુક્તિ પહેલાંની કમાણી) નોંધાવી છે, જે એક વર્ષ અગાઉના સમયગાળામાં રૂ. 3,242 કરોડની સરખામણીમાં 60 ટકા વધુ છે.
માર્ચ 2024 ના રોજ પૂરા થયેલા સંપૂર્ણ વર્ષ માટે, HAL નો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો FY23 માં પોસ્ટ કરાયેલ રૂ. 5,828 કરોડની સરખામણીમાં 31 ટકા વધીને રૂ. 7621 કરોડ કરોડ થયો છે. વર્ષ દરમિયાન કામગીરીની આવક 13 ટકા વધીને રૂ. 30,381 કરોડ થઈ છે. આ જ નાણાકીય વર્ષ 2023 માં રૂ. 26,927 કરોડ હતી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)