મુંબઈ, 4 ઓક્ટોબર: એક્સિસે મ્યુચ્યુઅલ ફંડ તેની નવી ફંડ ઓફર Axis Nifty500 Value 50 Index Fund લોન્ચ કરી છે. આ ઓપન એન્ડેડ ઇન્ડેક્સ ફંડનો ઉદ્દેશ નિફ્ટી500 વેલ્યુ 50 ટોટલ રિટર્ન ઇન્ડેક્સ (ટીઆરઆઈ)ની કામગીરીને અનુસરવાનો છે. ન્યૂ ફંડ ઓફર (એનએફઓ) 04 ઓક્ટોબર, 2024ના રોજ ખૂલશે અને 18 ઓક્ટોબર, 2024ના રોજ બંધ થશે.

આ લોન્ચિંગ અંગે એક્સિસ એએમસીના એમડી અને સીઈઓ બી. ગોપકુમારે જણાવ્યું હતું કે લઘુતમ એપ્લિકેશન સાઇઝ રૂ. 100 અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં રાખવામાં આવી છે. આ ઇન્ડેક્સ જૂન અને ડિસેમ્બરમાં સેમી-એન્યુઅલ આધાર પર રિબેલેન્સ કરવામાં આવશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)