માર્કેટ લેન્સઃ પ્રોફીટ બુકિંગ પ્રેશર વચ્ચે NIFTY માટે 25500નું લેવલ મુખ્ય રેઝિસ્ટન્સ

NIFTY માટે, 25,200 એ તાત્કાલિક સપોર્ટ છે જેના પર નજર રાખવી જરૂરી રહેશે, ત્યારબાદ 25,000 આવે છે, જે એક મહત્વપૂર્ણ સપોર્ટ ઝોન છે. ઉપરની તરફ, 25,500 એક મુખ્ય રેઝિસ્ટન્સ લેવલ તરીકે કામ કરી શકે છે; વધુ તેજી જોવા માટે આ રેઝિસ્ટન્સની ઉપર નિર્ણાયક ચાલ આવવી જરૂરી રહેશે તેવું ટેકનિકલ એનાલિસ્ટ્સ અને બજાર પંડિતોનું કહેવું છે.
| STOCKS TO WATCH TODAY: | Deepak Fertilisers, Adani Energy, Honasa Consumer, International Gemological, Hyundai, IIFL Finance, NDR Auto, Supreme Petrochem, RITES, Glenmark Pharma, Prestige Estates, Advait Energy, Ashoka Buildcon, Signature Global |
અમદાવાદ, 18 નવેમ્બરઃ રૂપિયામાં મજબૂતી, ક્રૂડ ઓઈલના ઘટતા ભાવ અને FII દ્વારા મજબૂત ખરીદીના ટેકાથી NIFTYની તેજીનો દોર ચાલુ રહ્યો છે. છેલ્લા લગભગ એક મહિનામાં, NIFTYમાં લગભગ સીધી 3,000 પોઈન્ટથી વધુનો ઉછાળો આવ્યો છે, જેમાં દરેક નાના ઘટાડા પર ખરીદી જોવા મળી છે. 24,800ની ઉપર ડબલ બોટમ બ્રેકઆઉટ ટકી રહ્યું છે, જેણે રેકોર્ડ ઊંચાઈ અને નવા સીમાચિહ્નો સર કરવાના દ્વાર ખોલી દીધા હોવાનું ટેકનિકલ એનાલિસ્ટ્સ માની રહ્યા છે.
મૂવિંગ એવરેજ હવે તેજી તરફી સંકેત આપતા ઉપરની તરફ ઢળેલા છે, પરંતુ ભાવ તેનાથી ઘણા ઉપર નીકળી ગયા છે, તેથી સમય અથવા ભાવના આધારે કરેક્શન આવવાની શક્યતા નકારી શકાય નહીં. આવી સ્થિતિમાં ઘટાડે ખરીદી (buy-on-dips) કરવાની રણનીતિ આદર્શ હોવાનું બજાર પંડિતો માને છે.
ડેઇલી RSI 78ના લેવલે છે, જે ઓવરબોટ ઝોનમાં આવે છે, જ્યારે વીકલી RSI 60ની ઉપર ગયો છે. આ સૂચવે છે કે ટૂંકા ગાળામાં બજાર થોડો વિરામ લઈ શકે છે, પરંતુ લાંબા ગાળાના સમયગાળા માટે બજાર મજબૂત તેજીના ટ્રેન્ડમાં છે.
લેવલ્સની વાત કરીએ તો, તાત્કાલિક સપોર્ટ 25,000 પર છે, ત્યારબાદ 24,800 આવે છે; જ્યારે રેઝિસ્ટન્સ 25,500 અને 25,800 પર છે. જો NIFTY આ લેવલ્સને પાર કરે છે, તો તે નવી ઊંચાઈઓ તરફ આગળ વધી શકે છે.
બેન્ક NIFTY પ્રથમ વખત 62,000ના લેવલની ઉપર બંધ થયો
અગાઉના સત્રમાં, બેંક NIFTYએ 8 મહિના પછી તેના અગાઉના રેકોર્ડ લેવલને તોડીને 62,442ની lifetime high હાંસલ કરી છે. બેન્ક NIFTY પ્રથમ વખત 62,000ના લેવલની ઉપર બંધ થયો છે.
તમામ indicators હાલમાં ઓવરબોટ ઝોનમાં છે અને બેન્ક NIFTYએ તેના તાજેતરના નીચલા લેવલ્સથી 15 ટકાથી વધુનો તીવ્ર ઉછાળો નોંધાવ્યો છે. તેથી, વર્તમાન લેવલ્સ પર અચાનક પ્રોફિટ બુકિંગ (થવાની શક્યતાને નકારી શકાય નહીં.
બેંક NIFTY માટેનો ટ્રેન્ડ ઘટાડે ખરીદી કરવાનો છે, જેમાં 61,200 એ સૌથી નજીકનો સપોર્ટ છે. જ્યાં સુધી તે ક્લોઝિંગના આધારે સુરક્ષિત રહે છે, ત્યાં સુધી 62,700-63,000 સુધીની આગામી તેજીની ચાલની અપેક્ષા રાખી શકાય તેવી સલાહ બજાર પંડિતો આપી રહ્યા છે.
| Results Today: | Ansal Properties & Infrastructure, BLS Polymers, Malpani Pipes And Fittings, SBL Infratech |
| Stocks Trade Ex-Dividend: | Manappuram Finance, Page Industries, TD Power Systems, AK Capital Services, ARCL Organics |
| Stock Trades Ex-Date for Income Distribution | Capital Infra Trust |
| Stock Trades Ex-Date for Amalgamation | Dr Agarwals Eye Hospital |
| Stocks Trade Ex-Date for Rights | Geetanjali Credit and Capital, Ironwood Education, Praxis Home Retail |
| Stock under F&O ban | Kaynes Technology |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)

