અમદાવાદ, 11 ઓક્ટોબરઃ નોએલ ટાટાની આજે ટાટા જૂથની પરોપકારી શાખા ટાટા ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે નિર્ણય રતન ટાટાના ‘મૂવ ઓન’ના અભિગમને ધ્યાનમાં રાખીને નિમણૂક કરવામાં આવી હતી. સર્વસંમતિથી અગાઉ 11 ઓક્ટોબરે મુંબઈમાં મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. 2014 થી નોએલ ટાટા ટ્રેન્ટ લિમિટેડના ચેરમેન છે, જે સમૂહની મોટા પાયે સફળ એપેરલ રિટેલર છે. જેમના શેર છેલ્લા દાયકામાં 6,000% થી વધુ વધ્યા છે.

નોએલને ખૂબ જ સરસ અને સમજદાર માણસ ગણાવતા ટાટા સન્સના ભૂતપૂર્વ બોર્ડ મેમ્બર આર ગોપાલક્રિષ્નને કહ્યું કે તેઓ ‘ટ્રસ્ટ માટે ખૂબ જ સારું’ કરશે. તેમના વ્યાપાર અને ઉદ્યોગસાહસિક કુશળતા સાથે નોએલ ટાટા ટ્રસ્ટ્સમાં ઘણું મૂલ્ય ઉમેરી શકશે. નોએલે અગાઉ 2010 થી 2021 દરમિયાન ટાટા ઇન્ટરનેશનલ લિમિટેડનું સંચાલન કર્યું હતું, જે દરમિયાન કોમોડિટી ટ્રેડિંગ ફર્મની આવક $500 મિલિયનથી વધીને $3 બિલિયન સુધી પહોંચી હતી.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)