અમદાવાદ,6 નવેમ્બર 2024:  સ્વિગી લિમિટેડે પ્રતિ શેર રૂ. 1ની મૂળ કિંમત સાથે પ્રતિ ઇક્વિટી શેર રૂ. 390ના અપર પ્રાઇઝ બેન્ડ (પ્રતિ ઇક્વિટી શેર રૂ. 389ના પ્રીમિયમ સહિત) ઉપર કંપનીના પ્રસ્તાવિત આઇપીઓ પહેલાં એન્કર ઇન્વેસ્ટર્સને 13,03,85,211 ઇક્વિટી શેર્સની ફાળવણી કરીને રૂ. 5,085 કરોડ ઊભાં કર્યાં છે. બીડ/ઓફર બુધવાર, 06 નવેમ્બર, 2024ના રોજ ખૂલીને શુક્રવાર, 08 નવેમ્બર, 2024ના રોજ બંધ થશે. લઘુત્તમ 38 ઇક્વિટી શેર્સ અને 38 શેરના ગુણાંકમાં બીડ કરી શકાશે. એમ્પલોઇ રિઝર્વેશન 750,000 ઇક્વિટી શેર્સ રાખવામાં આવ્યા છે. એન્કર ઇન્વેસ્ટર્સને કુલ 13,03,85,211 ઇક્વિટી શેર્સની ફાળવણીમાંથી 5,30,07,554 ઇક્વિટી શેર્સ (એન્કર ઇન્વેસ્ટર્સને કુલ ફાળવણીના 40.65 ટકા) 19 ઘરેલુ મ્યુચ્યુઅલ ફંડ્સને 69 સ્કીમ દ્વારા ફાળવાયા છે.

કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, સિટીગ્રૂપ ગ્લોબલ માર્કેટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, જેફરિઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, એવેન્ડસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ, જે.પી. મોર્ગન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, બીઓએફએ સિક્યુરિટીઝ ઇન્ડિયા લિમિટેડ અને આઇસીઆઇસીઆઇ સિક્યુરિટીઝ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)