માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 24587- 24531, રેઝિસ્ટન્સ 24694- 24747
સ્ટોક્સ ટૂ વોચઃ | AXISBANK, PROTEAN, RELIANCE, IRFC, ZOMATO, SWARAJENG, VEDL, RELIANCE, BSE, CDSL, PCBL, TATAPOWER |
અમદાવાદ, 12 ડિસેમ્બરઃ નિફ્ટી તેની 200 પોઇન્ટની વોલેટિલિટી વચ્ચે અથડાઇ રહ્યો છે. માર્કેટ સેન્ટિમેન્ટ નવા બનાવો અને નાતાલ પછીની વિદેશી રોકાણકારોની નીતિની રાહ જોઇ રહ્યું હોય તેમ ભારતીય શેરબજારો ઘૂંટાઇ રહ્યા છે. જો નિફ્ટી 24500-24700ની રેન્જ પૈકી જે તરફનું બ્રેકઆઉટ આપે તો તે તરફની 300 પોઇન્ટની ચાલ જોવા મળી શકે તેવું ટેકનિકલ નિષ્ણાતોનું માનવું છે. રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ પણ દર્શાવે છે કે, આરએસઆઇ તેની હાયર રેન્જથી ઘટીને એવરેજીસની નજીક રમી રહ્યો છે. તેથી દિવસના સેકન્ડ હાફમાં વોલેટિલિટી વધે તેવી સંભાવના નકારી શકાય નહિં.
નિફ્ટી | સપોર્ટ 24587- 24531, રેઝિસ્ટન્સ 24694- 24747 |
બેન્ક નિફ્ટી | સપોર્ટ 53246- 53101, રેઝિસ્ટન્સ 53592- 53793 |
11 ડિસેમ્બરના રોજ બજાર સતત ચોથા સત્રમાં મજબૂત રહ્યું હતું. NIFTYની ચાર્ટ પેટર્ન જોકે ટ્રેન્ડમાં અસ્થિરતા દર્શાવે છે. નિષ્ણાતો માને છે કે એકંદર પોઝિટિવ સેન્ટિમેન્ટને જોતાં વર્તમાન કોન્સોલિડેશન પછી માર્કેટમાં પ્રત્યેક ઊછાળે પ્રોફીટ બુકિંગની શક્યતા વધુ જણાય છે. 24,700નું સ્તર તાત્કાલિક રેઝિસ્ટન્સ તરીકે અપેક્ષિત છે, ત્યારબાદ 25,000એ મુખ્ય રેઝિસ્ટન્સ તરીકે છે. જો કે, 24,500 તાત્કાલિક સપોર્ટ તરીકે કામ કરી શકે છે અને આ સ્તરથી નીચેની ચાલ NIFTY પર વેચાણનું દબાણ લાવી શકે છે.
India VIX: સતત ચોથા સત્રમાં વોલેટિલિટી ઘટી અને તેજી માટે વધુ સાનુકૂળ બનીને, મલ્ટી વીકની નીચી સપાટીએ પહોંચી. ઇન્ડિયા VIX 13.78થી ઘટીને 3.7 ટકા ઘટીને 13.27 નોંધાયો છે.
F&O પ્રતિબંધ હેઠળના સ્ટોક્સ: હિન્દુસ્તાન કોપર, ગ્રાન્યુલ્સ ઇન્ડિયા, મણપ્પુરમ ફાઇનાન્સ, મેટ્રોપોલિસ હેલ્થકેર, PVR INOX, RBL બેન્ક
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)