અમદાવાદ, 18 માર્ચ: ધ ઓફિસ ઓફ કંટ્રોલર જનરલ પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડમાર્ક્સ (CGPDTM) અને વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન (WIPO)ના સહયોગથી, અમદાવાદમાં 2025 ના રોવિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

“અનલોકિંગ ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ ફોર ઇન્ડિયન ઇનોવેટર્સ એન્ડ બિઝનેસીસ: WIPO IP સર્વિસીસ ફોર પ્રોટેકટિંગ ઇન્વેન્શન્સ એન્ડ ટ્રેડમાર્ક્સ એબ્રોડ” શીર્ષક હેઠળ સેમિનાર યોજાયો હતો, જેનો ઉદ્દેશ્ય ભારતીય વ્યવસાયો અને સંશોધકોને ઇન્ટરનેશનલ ઇન્ટલેક્ચુઅલ પ્રોપર્ટી (IP) પ્રોટેક્શનમાં મહત્વની માહિતી પ્રદાન કરવાનો હતો.

YJ ત્રિવેદી & કંપની – AMA એકેડેમી ફોર ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ સાથે મળીને આયોજિત, સેમિનારમાં નિષ્ણાતોએ ગ્લોબલ IP ફ્રેમવર્કનો લાભ લેવા માટે મુખ્ય આંતરદૃષ્ટિ પ્રદાન કરી હતી. YJ ત્રિવેદી & કંપનીના વરિષ્ઠ ભાગીદારો જતીન ત્રિવેદી અને ગોપી ત્રિવેદીએ પેટન્ટ કોઓપરેશન ટ્રીટી (PCT) અને મેડ્રિડ સિસ્ટમ દ્વારા ઇન્ટરનેશનલ ફાઇલિંગના ફાયદાઓ પર મહત્વની માહિતી શેર કરી હતી.

આ કાર્યક્રમ અંગે વાત કરતા જતીન ત્રિવેદીએ કહ્યું, “સેમિનારમાં જોડાવાનો અનુભવ ઉમદા રહ્યો. PCT અને મેડ્રિડ સિસ્ટમની આસપાસની ચર્ચાઓ સમજદારીભરી હતી, ખાસ કરીને અરજદારો દ્વારા આ વૈશ્વિક માળખાનો વધુ અસરકારક રીતે ઉપયોગ કેવી રીતે કરી શકાય તે અંગે પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ભારતના IP ઇકોસિસ્ટમને વેગ મળવાની સાથે, મને વિશ્વાસ છે કે આગામી વર્ષોમાં આપણે નોંધપાત્ર વૃદ્ધિ અને યોગદાન જોઈશું.” સેમિનારમાં વૈશ્વિક બજારમાં વધતા જતા ઇન્ટરનેશનલ IP  પ્રોટેક્શનના મહત્વને દર્શાવવામાં આવ્યું.