અમદાવાદ,29 જુલાઇ: TVS મોટર કંપનીએ આજે માર્વેલ એવેન્જર્સ સુપર સ્કવૉડ સીરિઝમાં TVS NTORQ 125 સુપર સોલ્જર એડિશનના લોન્ચની જાહેરાત કરી. આ એડિશન TVS NTORQ સુપર સ્ક્વૉડ સીરિઝની રોમાંચક લાઇન-અપમાં ઉમેરો કરે છે, જેમાં માર્વેલના કેટલાક સૌથી પ્રિય સુપર હીરોનો સમાવેશ થાય છે.

માર્વલ સાથેની સફળ ભાગીદારીને આગળ વધારતાં, TVS NTORQની દિગ્ગજ પાત્રોને નવા રૂપે રજૂ કરવાની યાત્રા સુપર સોલ્જર એડિશનના લૉન્ચ સાથે ચાલુ રહે છે જે ચાહકોના પ્રિય કેપ્ટન અમેરિકા પર આધારિત એક દમદાર અને નવી કલ્પના છે. આ એડિશન TVS NTORQના સ્ટાઇલ ક્વોશન્ટને વધુ ઊંચા સ્તરે લઈ જાય છે, કેમોફ્લેજ થીમ પરથી પ્રેરિત એક આકર્ષક લુક સાથે, જે ખાસ કરીને GenZ રાઇડર્સને પસંદ આવે એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

નવું TVS NTORQ 125 સુપર સોલ્જર એડિશન રૂ. 98,117/- (એક્સ-શો રૂમ, દિલ્હી)ની કિંમતે ઉપલબ્ધ છે અને આ મહિને TVS મોટર કંપનીની તમામ ડીલરશિપ પર વેચાણ માટે ઉપલબ્ધ રહેશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)