અમદાવાદ, 12 ઓગસ્ટઃ  માત્ર ₹24 થી શરૂ કરીને આ નવું મોડ્યુલ સરળ અને ભરોસાપાત્ર ટેક્સ મેનેજમેન્ટ માટે નિષ્ણાત-સહાય તેમજ સેલ્ફ-સર્વિસના વિકલ્પો પૂરા પાડે છે. ભારતમાં કરદાતાઓ માટે અભૂતપૂર્વ સુવિધા લાવવા માટે જિયોફાઇનાન્સ એપ પર ફીચર-પેક્ડ ટેક્સ પ્લાનિંગ અને ફાઇલિંગ મોડ્યુલ રજૂ કરવામાં આવ્યાં છે.

ભારતના લોકો માટે ટેક્સ પ્લાનિંગ અને ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલિંગને વધુ સરળસ્માર્ટ અને સસ્તું બનાવવાના હેતુથી આ નવું ફીચર ટેક્સબડી સાથે ભાગીદારીમાં વિકસાવવામાં આવ્યું છેતે એક ઓનલાઇન ટેક્સ ફાઇલિંગ અને સલાહ આપતી સેવા છે જે કરદાતાઓને બિલ્ટ-ઇન કમ્પ્લાયન્સ અને નિષ્ણાત સહાય સાથે માર્ગદર્શન સાથે ડિજિટલ-ફર્સ્ટ અનુભવ પૂરો પાડે છે.

આ મોડ્યુલમાં બે મુખ્ય ફીચર્સનો સમાવેશ થાય છે:  ટેક્સ પ્લાનર અને ટેક્સ ફાઇલિંગ. ટેક્સ ફાઇલિંગ ફીચર જૂના અને નવા ટેક્સ રિજિમ વચ્ચેના ગૂંચવાડા જેવી સામાન્ય સમસ્યાઓ દૂર કરવા80સી અને 80ડી જેવી કલમો હેઠળની કપાત ચૂકી ન જવાય તેની ખાતરી કરીને ગ્રાહકોને કર બચાવવામાં મદદ કરવા અને ખર્ચાળ વચેટિયાઓ પર વધુ પડતી નિર્ભરતા દૂર કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

ટેક્સ પ્લાનર વ્યક્તિગત કરદાતાઓને પર્સનલાઇઝ્ડ ડિડક્શન મેપિંગહાઉસિંગ રેન્ટ અલાઉન્સનું મૂલ્યાંકન અને અલગ-અલગ ટેક્સ રિજિમની સરખામણીઓ પૂરી પાડીને તેમની ભવિષ્યની કર જવાબદારીઓનો અંદાજ લગાવવા અને કરભારણ ઘટાડવામાં મદદ કરે છે. ટેક્સ ફાઇલિંગ ફીચર યુઝર્સને જાતે જ રિટર્ન ફાઇલ કરવાની અથવા નિષ્ણાતની મદદથી ફાઇલિંગ કરવાના ઓપ્શન્સ આપે છેજેમાં સેલ્ફ-સર્વિસ ઓપ્શન્સ માટેના પ્લાન્સ ₹24થી શરૂ થાય છે અને અસિસ્ટેડ ઓપ્શન્સ માટેના પ્લાન્સ ₹999થી શરૂ થાય છે.

આઇટીઆર ફાઇલ કર્યા પછી વપરાશકર્તાઓ તેમના રિટર્નનું સ્ટેટસ મોનિટર કરી શકે છેરિફંડ ટ્રેક કરી શકે છે અને ટેક્સ-સંબંધિત કોઈપણ નોટિસ માટે એલર્ટ મેળવી શકે છે. આ બધું આ એપ થકી થઈ શકે છે.

આ મોડ્યુલ એવા લોકો માટે પણ સરળ અને સહજ હોય તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે જેમની પાસે ટેક્સ ફાઇલિંગ કે પ્લાનિંગનો ઓછો અથવા કોઈ અનુભવ નથી. આવકની વિગતો દાખલ કરવાથી લઈને દસ્તાવેજો અપલોડ કરવા અને યોગ્ય કર રિજિમ પસંદ કરવા સુધીની સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે માર્ગદર્શન આપનારી છેજે ટેક્સ પ્લાનિંગ અને ફાઇલિંગને પહેલા કરતા વધુ સરળ બનાવે છે.

આ લોન્ચ જિયોફાઇનાન્સ એપની વધતી જતી સેવાઓમાં એક વધુ મુખ્ય આધારસ્તંભ ઉમેરે છેજે ગ્રાહકોની વિવિધ નાણાકીય જરૂરિયાતોને પૂરી કરતા વન-સ્ટોપ ડિજિટલ ડેસ્ટિનેશન તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)