મુંબઈ, 15 ઓગસ્ટ: એસયુવી ઉત્પાદક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડે નવી રેન્જની ડિસ્રપ્ટિવ એસયુવીને ટેકો આપે તેવું બિલકુલ નવું મોડ્યુલર, મલ્ટી-એનર્જી NU_IQ પ્લેટફોર્મ આજે રજૂ કર્યું હતું. આ વિઝનની કલ્પના ચાર વિશ્વ-અગ્રણી એસયુવી કન્સેપ્ટ્સ Vision.S, Vision.T, Vision.SXT and Vision.X દ્વારા રજૂ કરવામાં આવી છે.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડના ઓટોમોટિવ બિઝનેસ (ડેઝિગ્નેટ) પ્રેસિડેન્ટ અને મહિન્દ્રા ઇલેક્ટ્રિક ઓટોમોબાઇલ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર આર વેલુસામીએ જણાવ્યું હતું કે “NU_IQ એ વિશ્વભરમાં મહિન્દ્રા એસયુવીના ભવિષ્ય માટેની વ્યૂહાત્મક બ્લુપ્રિન્ટ છે. તેના મોડ્યુલર, મલ્ટી-એનર્જી આર્કિટેક્ચર સાથે તે અમને વિવિધ ટોપ હેટ્સ અને પાવરટ્રેન્સમાં નવીનતા લાવવાની અને અમારા એસયુવી ડીએનએ પ્રત્યે વળગી રહેવા માટેની ફ્લેક્સિબિલિટી આપે છે.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડના ઓટો અને ફાર્મ સેક્ટર્સના ચીફ ડિઝાઇન અને ક્રિએટિવ ઓફિસર પ્રતાપ બોઝે જણાવ્યું હતું કે, NU_IQ એસયુવી, અમારા HEARTCORE ડિઝાઇન ફિલોસોફીના એક નવા પ્રકરણની શરૂઆતનું પ્રતિનિધિત્વ કરે છે.

મહિન્દ્રા રિસર્ચ વેલી ખાતે ડિઝાઇન કરાયેલા આ કન્સેપ્ટ્સનું ઉત્પાદન 2027થી શરૂ થશે. આ બોલ્ડ વ્યૂહરચના મહિન્દ્રાના ભારતમાં બહોળા ગ્રાહકવર્ગ સુધી ક્લાસ-અગ્રણી, લક્ઝરી એસયુવી પૂરી પાડવાના વિઝનને આગળ ધપાવે છે, જ્યારે લેફ્ટ-હેન્ડ ડ્રાઇવ પ્રદેશો સહિત વૈશ્વિક બજારોમાં પ્રીમિયમ એસયુવી અનુભવને ફરીથી વ્યાખ્યાયિત કરે છે.