IPO ખૂલશે10 સપ્ટેમ્બર
IPO બંધ થશે12 સપ્ટેમ્બર
એન્કર ઇન્વેસ્ટર બિડીંગ9 સપ્ટેમ્બર
ફેસ વેલ્યૂરૂ. 2
પ્રાઇસબેન્ડરૂ. 56 – 61
IPO સાઇઝરૂ. 143.35 કરોડ
લોટ સાઇઝ235  શેર્સ
લિસ્ટિંગBSE, NSE

અમદાવાદ, 05 સપ્ટેમ્બર: દેવ એક્સીલરેટર લિમિટેડ 10 સપ્ટેમ્બર ના  રોજ પ્રાઇસ બેન્ડ ₹ 56 થી ₹61 પ્રતિ ઇક્વિટી શેર ફેસ વેલ્યુ ₹2 ની સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે અને 12 સપ્ટેમ્બર ના રોજ બંધ થશે.  એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ મંગળવાર, 09 સપ્ટેમ્બર, 2025ના રોજ રહેશે. બિડ્સ લઘુતમ 235 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 235 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે.  કુલ ઇશ્યૂ સાઇઝમાં રૂ. 1,433.50 મિલિયન (રૂ. 143.35 કરોડ સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે. આ ઇશ્યૂમાં વેચાણ માટેની ઓફર (ઓએફએસ) નથી.

કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી મળેલી કુલ રકમનો આ મુજબ ઉપયોગ કરવા ધારે છે (1) અંદાજે રૂ. 731.16 મિલિયન (રૂ. 73 કરોડ)ના સૂચિત સેન્ટર્સમાં ફિટ-આઉટ્સ માટે મૂડી ખર્ચ માટે (2) અંદાજે રૂ. 350 મિલિયન (રૂ. 35 કરોડ)ના નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સના રિડમ્પશન સહિત અમારી કંપની દ્વારા લેવાયેલા કેટલાક દેવાની પૂર્ણ કે અંશતઃ પૂર્વચૂકવણી કે ચૂકવણી માટે અને (3) બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે.

લિસ્ટિંગઃ કંપનીના શેર્સ બીએસઇ અને અનએસઇ ખાતે લિસ્ટિંગ કરાવવાની દરખાસ્ત ધરાવે છે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ:

દેવ એક્સીલરેટર લિમિટેડ 2017 માં સ્થાપિત ક્લાયન્ટ્સને ફ્લેક્સિબલ વર્કસ્પેસીસના સ્વરૂપે સ્પેસ સોલ્યુશન્સ પૂરા પાડે છે. તેઓ ટિયર 2 માર્કેટ્સમાં ઓપરેશનલ ફ્લેક્સ સ્ટોકના રૂપે સૌથી મોટા ફ્લેક્સ સ્પેસ ઓપરેટર્સ પૈકીના એક છે કંપની સ્ટ્રેઇટ લીઝ મોડલ, રેવન્યુ શેર મોડલ, ફર્નિશ્ડ બાય લેન્ડલોર્ડ મોડલ અને OpCo – PropCo મોડલ દ્વારા વર્કસ્પેસીસ મેળવે છે.

 31 મે, 2025 સુધીમાં કંપની પાસે સમગ્ર ભારતમાં 11 શહેરોમાં 250થી વધુ ક્લાયન્ટ્સ અને 28 સેન્ટર્સ હતા જેમાં એસબીએ 8,60,522 ચોરસ ફૂટના કુલ એરિયા અંડર મેનેજમેન્ટને આવરી લેતી 14,144 સીટ્સ સમાવિષ્ટ હતી.

નાણાંકીય વર્ષ 2024-25 (નાણાંકીય વર્ષ 2025)માં કંપનીએ રૂ. 158.88 કરોડની કામગીરીથી આવક નોંધાવી હતી જે ગત નાણાંકીય વર્ષની રૂ. 108.09 કરોડ કરતા 47 ટકા વધુ હતી. તેણે નાણાંકીય વર્ષ 2025માં રૂ. 1.77 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો જે નાણાંકીય વર્ષ 2024માં રૂ. 0.44 કરોડના ચોખ્ખા નફા કરતા 305.72 ટકા વધુ હતો. તેની નાણાંકીય વર્ષ 2025માં વ્યાજ, કરવેરા, ઘસારો અને અમોર્ટિસેશન પૂર્વેની એડજસ્ટેડ આવક રૂ. 80.46 કરોડ રહી હતી.

લીડ મેનેજર: પેન્ટોમેથ કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ આ IPO ઇશ્યૂની બુક રનિંગ લીડ મેનેજર છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)