સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડે નલિની તારકેશ્વરની સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ ફાઉન્ડેશનના ગ્લોબલ હેડ તરીકે નિમણૂંક કરી

લંડન / મુંબઈ, 2 એપ્રિલ: સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ ફાઉન્ડેશને (the Foundation) નલિની તારકેશ્વરને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ ફાઉન્ડેશન અને કોર્પોરેટ ફિલાન્થ્રોપીના ગ્લોબલ હેડ તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે. આ પગલું વધી રહેલી યુથ એમ્પ્લોયેબિલિટી ગેપને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે, જે 2025માં 12.4 ટકા સુધી પહોંચી ગઈ છે અને ખાસ કરીને સુવિધાઓથી વંચિત યુવાનો પર વધુ અસર કરે છે.
તારકેશ્વર સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડની કોર્પોરેટ ફિલાન્થ્રોપી એજન્ડા અને ફાઉન્ડેશનની વૈશ્વિક વ્યૂહરચનાનું નેતૃત્વ કરશે. આ વ્યૂહરચના યુવાનો માટે રોજગાર અને ઉદ્યોગસાહસિકતામાં અવરોધોને દૂર કરવા માટે કાર્યક્રમો, ભાગીદારી અને ફાઇનાન્સિંગ સોલ્યુશન્સના વિકાસ પર કેન્દ્રિત છે, જેથી યુવાનો માટે નવી તકો ઊભી થઈ શકે. યુબીએસ ઓપ્ટિમસ ફાઉન્ડેશનમાં ડેપ્યુટી સીઈઓ તરીકેની તાજેતરની ભૂમિકા સહિત 20 વર્ષથી વધુના અનુભવોના આધારે તારકેશ્વર આ પદ માટે સમૃદ્ધ અનુભવ સાથે જોડાઈ રહ્યા છે અને ફાઉન્ડેશનના મૂડી અને સંસાધનોના વૈશ્વિક પ્રભાવને વિસ્તૃત કરવામાં મદદરૂપ બનશે.
સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડના ચીફ સ્ટ્રેટેજી અને ટેલેન્ટ ઓફિસર તથા સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ ફાઉન્ડેશનના ટ્રસ્ટી તનુજ કપિલાશ્રમીએ જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે દરેક પાંચમાં એક યુવાન રોજગાર, શિક્ષણ અથવા તાલીમમાં નથી. આ પડકારનો સામનો કરવા કોર્પોરેટ ફિલાન્થ્રોપી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે અને ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધીમાં અમે 1,00,000થી વધુ રોજગાર સર્જવામાં સહાય કરી છે, જેના પરિણામે 7,00,000થી વધુ લોકોના જીવન પર અસર પડી છે. અમે અમારી વૈશ્વિક ‘સુપર-કનેક્ટર’ તરીકેની ભૂમિકાનો ઉપયોગ કરીને વિવિધ બજારોમાં પરિવર્તનાત્મક પરિણામો આપવા માટે વિસ્તરણ કરી રહ્યા છીએ અને નલિનીનો અનુભવ વધુ પ્રભાવ સર્જવા માટે પ્રેરક બની રહેશે.
પોતાની નિમણૂંક અંગે નલિની તારકેશ્વરે જણાવ્યું હતું કે, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ એક શક્તિશાળી વૈશ્વિક બેંક અને હેતુપ્રેરિત બ્રાન્ડ છે. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ ફાઉન્ડેશને પહેલાથી જ નોંધપાત્ર અસર પેદા કરી છે, ખાસ કરીને સેવાઓથી વંચિત યુવાનો અને ખાસ કરીને યુવા મહિલાઓ માટે રોજગાર તકો સર્જવામાં. હવે આ સફળતાને આધારે વિશાળ સ્તરે અસર સર્જવાની તક છે, જેમાં અમે વ્યવસાયિક નેટવર્ક્સ અને આ હેતુ માટે પ્રતિબદ્ધ અન્ય ભાગીદારો સાથે મળીને કામ કરી શકીએ છીએ.
વૈશ્વિક યુવા બેરોજગારી 2025માં 12.4 ટકા સુધી વધી ગઈ
વૈશ્વિક યુવા બેરોજગારી 2025માં 12.4 ટકા સુધી વધી ગઈ છે (2024માં 12.3 ટકા હતી), જેમાં અંદાજે 260 મિલિયન યુવાનો શિક્ષણ, રોજગાર અથવા તાલીમ (NEET)માં નથી. મહિલાઓ પણ સામાજિક માન્યતાઓ અને રૂઢિગત પ્રથાઓના કારણે પ્રણાલિગત અવરોધોનો સામનો કરતી રહે છે. આંકડા દર્શાવે છે કે તેઓ પુરુષોની સરખામણીએ 24 ટકા ઓછા પ્રમાણમાં લેબર ફોર્સમાં ભાગ લેવાની શક્યતા ધરાવે છે. ફાઉન્ડેશનનો હેતુ યુવાનોને કૌશલ્ય પ્રાપ્ત કરવામાં અને ટકાઉ રોજગાર મેળવવામાં સહાય કરવાનું તેમજ ઉદ્યોગસાહસિકોને સફળ માઇક્રોબિઝનેસ સ્થાપવામાં મદદરૂપ થવાનું છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
