અમદાવાદ, 6 ઓક્ટોબરઃ ICICI PRUDENTIAL MUTUAL FUND કોન્ગ્લોમરેટ થીમને અનુસરતી ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ કોન્ગ્લોમરેટ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. કોન્ગ્લોમરેટ્સ એટલે કે ઉદ્યોગ કે વ્યવસાય સમૂહો ભારતમાં સ્થિત પ્રમોટર સંચાલિત જૂથો છે જેઓ વિવિધ ક્ષેત્રો કે ઉદ્યોગોમાં બે કે તેથી વધુ લિસ્ટેડ કંપનીઓ ધરાવે છે. મજબતૂ પ્રમોટર્સ અને વિવિધ પ્રકારની કામગીરી દ્વારા સમર્થિત આ વ્યવસાય સમૂહો વિવિધ બજાર ચક્રોને સારી રીતે મેનેજ કરી શકે છે, ઉભરતા ક્ષેત્રોમાં વિસ્તરણ કરી શકે છે અને વિવિધ ક્ષેત્રો કે ઉદ્યોગોમાં રહેલી તકોને ઝડપી શકે છે.

આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ કોન્ગ્લોમરેટ ફંડ:

આ સ્કીમમાં તમામ માર્કેટ કેપ જેમ કે લાર્જ, મીડ અને સ્મોલ કેપ કંપનીઓમાં રોકાણ કરવાની સુગમતા છે જે વિશાળ તકો પૂરી પાડે છે. પોર્ટફોલિયો બનાવવાનો અભિગમ ચક્રીય તકો સાથે સ્ટ્રક્ચરલ સ્ટ્રેન્થને જોડશે, જે આર્થિક ચક્રના વિવિધ તબક્કાઓમાં ભાગીદારીને સક્ષમ બનાવશે. સ્કીમના રોકાણમાં 71* કોન્ગ્લોમરેટ ગ્રુપ્સ છે જે વિવિધ ક્ષેત્રોમાં આશરે 240* કંપનીઓને આવરી લે છે.

આ સ્કીમનું સંચાલન શ્રી લલિત કુમાર દ્વારા કરવામાં આવશે અને આ ઓફર માટેનો બેન્ચમાર્ક બીએસઈ સિલેક્ટ બિઝનેસ ગ્રુપ્સ ઇન્ડેક્સ છે. એનએફઓ દરમિયાન અરજી કરવાની લઘુત્તમ રકમ રૂ. 1,000 છે.

આજના વૈશ્વિક અને સ્થાનિક સ્તરે અનિશ્ચિત માહોલમાં, કોન્ગ્લોમરેટ્સ માત્ર મૂડીનું રક્ષણ કરવા માટે જ નહીં પરંતુ લાંબા ગાળાની સંપત્તિ સર્જનની તકો મેળવવા માટે પણ વધુ સારી સ્થિતિમાં છે. આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ કોન્ગ્લોમરેટ ફંડ રોકાણકારોને વિવિધ ક્ષેત્રો અને બજાર મૂડીમાં સુગમતા સાથે આ તકમાં ભાગ લેવા સક્ષમ બનાવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)