અમદાવાદ, 17 ઓક્ટોબર: ભારતના અગ્રણી બ્રોકરેજ હાઉસીસ પૈકીની એક કોટક સિક્યોરિટીઝે આ દિવાળી – સંવત 2082 પર મુહૂર્ત ટ્રેડિંગ માટે ટોચના શેર્સની ભલામણો રજૂ કરી છે

સંવત 2081નું વર્ષ કેવું રહ્યું:

સંવત 2081માં ભારતીય બજારો નિરાશાજનક રહ્યા અને ઘણા વૈશ્વિક બજારોની સરખામણીએ નબળો દેખાવ કર્યો. આના મુખ્ય કારણો હતા નબળી કમાણી અને ટેરિફ અનિશ્ચિતતા, જે વિવિધ ભૂ-રાજકીય અને મેક્રો અવરોધોના લીધે વધુ જટિલ બન્યા છે. માર્ચ 2025માં નિફ્ટી 21750ના નીચા સ્તરને સ્પર્શી હતી, જ્યારે બીએસઈ સેન્સેક્સ 71500ના નીચા સ્તરે પહોંચ્યો હતો, જેમાં બંને બેન્ચમાર્ક ઇન્ડેક્સે સંવત 2081 દરમિયાન લગભગ 1.5 ટકા ઘટ્યા હતા. નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સે નબળો દેખાવ કર્યો હતો અને અનુક્રમે 5.6 ટકા અને 5.4 ટકા ઘટ્યા હતા. ભૂરાજકીય તણાવને ઉકેલવા માટે વૈશ્વિક સમુદાય દ્વારા કરવામાં આવેલા પ્રયાસો, વૈશ્વિક અને સ્થાનિક ફુગાવાને હળવો થવો, ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો, આરબીઆઈ અને ફેડ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો, જીએસટીના દરોમાં ઘટાડો, આવકવેરાના સ્લેબમાં વધારો અને ભારત સરકાર દ્વારા વિવિધ ટેરિફ કરારો અંગે પ્રગતિને ધ્યાનમાં લેતા ભારતીય બજારોમાં ઘટાડો અને નબળું પ્રદર્શન આશ્ચર્ય પમાડે તેવું હતું. એફઆઈઆઈ દ્વારા 27.3 અબજ (અથવા રૂ. 2.4 લાખ કરોડ) ની ભારે વેચવાલીના પગલે ઘટાડો જોવા મળ્યો હતો. ડીઆઈઆઈએ છેલ્લા એક વર્ષમાં રૂ. 4.5 લાખ કરોડનું રોકાણ કરીને ભારતીય મૂડી બજારમાં પોતાનો વિશ્વાસ દર્શાવ્યો હતો ત્યારે રિટેલ કેટેગરી (એસઆઈપી દ્વારા) પણ પાછળ રહી નહોતી અને ઓગસ્ટ તથા સપ્ટેમ્બર 2024માં રૂ. 28,000 કરોડ અને નાણાંકીય વર્ષ 2026ના પહેલા અર્ધવાર્ષિક ગાળામાં માં રૂ. 1,37,000 કરોડનું રોકાણ કર્યું હતું. સંવત 2081નું વર્ષ બેંક નિફ્ટી (7.2 ટકા વૃદ્ધિ) અને ઓટો (0.5 ટકા વૃદ્ધિ) ના નામે રહ્યું હતું જ્યારે બીએસઈ આઈટી (20.5 ટકા ઘટાડો), બીએસઈ એફએમસીજી (13.3 ટકા ઘટાડો), બીએસઈ રિયલ એસ્ટેટ (16.8 ટકા ઘટાડો), બીએસઈ યુટિલિટીઝ (18.5 ટકા ઘટાડો) અને બીએસઈ કન્ઝ્યુમર ડ્યુરેબલ (12.2 ટકા ઘટાડો) એ સૌથી ખરાબ પર્ફોર્મન્સ આપ્યું હતું.

કોટક સિક્યોરિટીઝના ઇક્વિટી રિસર્ચના હેડ શ્રીકાંત ચૌહાણ આ ટોચના શેરની પસંદગીઓ કે ભલામણો રજૂ કરે છે.

સ્ટોકટાર્ગેટ પ્રાઇઝરેટિંગતર્ક
અદાણી પોર્ટ એન્ડ સેઝ (ADSEZ)રૂ. 1900ખરીદોADSEZ દ્વારા મૂલ્યના ઉમેરાની મજબૂત ગતિની અમે નોંધ લીધી છે. અમે ADSEZ ના પોર્ટ પોર્ટફોલિયોના બે-તૃત્યાંશ હિસ્સામાં મજબૂત વોલ્યુમની ધારણા રાખીએ છીએ. ઇસ્ટ કોસ્ટ પોર્ટ્સ મજબૂત વૃદ્ધિ અને મૂડી ખર્ચમાં વધારા માટે તૈયાર છે. વોલ્યુમનો મહત્વનો હિસ્સો કન્ટેનર્સ અને મજબૂત વૃદ્ધિ માર્ગથી આવે છે. અમે નાણાંકીય વર્ષ 2029માં રૂ. 11,400 કરોડનું વેચાણ અને રૂ. 2,800 કરોડની એબિટાનો અંદાજ મૂકીએ છીએ. અમે DCF અને SoTP આધારિત મેથડોલોજીનો ઉપયોગ કરીને ADSEZ નું મૂલ્ય કાઢીએ છીએ.
એક્યુટાસ કેમિકલ (ACUTAAS)રૂ. 1780ખરીદોફાર્મા ઇન્ટરમીડિયેટ્સ અને સ્પેશિયલ્ટી કેમિકલ્સના સૌથી ઝડપથી વિકસી રહેલા ઉત્પાદક. પ્રોસેસમાં સુધારો અને સાનુકૂળ મિક્સના લીધે માર્જિનમાં નોંધપાત્ર વધારો. સુધરેલા માર્જિન સાથે 25 ટકા આવક વૃદ્ધિ માટે નવેસરના ગાઇડન્સ. ત્રણ સીડીએમઓ પ્રોજેક્ટ ચર્ચા હેઠળ જે નાણાંકીય વર્ષ 2026ના ચોથા ત્રિમાસિક ગાળાથી યોગદાન આપશે. સતત બીજા વર્ષે માર્જિનમાં મજબૂત વધારો દર્શાવવા માટે સારી સ્થિતિમાં. વૃદ્ધિ માટેનું આઉટલૂક મજબૂત, ફાર્મા, ઇલેક્ટ્રોલાઇટ, સેમીકંડક્ટરમાં સારી વિઝિબિલિટી.
ક્યુમિન્સ ઈન્ડિયા (KKC)રૂ. 4400ઉમેરોKKC એ નવા બજારોમાં પ્રવેશ કર્યો છે અને નાણાંકીય વર્ષ 2025માં નવી ઓફરિંગ્સ રજૂ કરી છે. કેકેસી તેના ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસને વધારવા માટે અર્થપૂર્ણ અવકાશ ધરાવે છે. પાવરજેન સેક્ટરમાં મોટાભાગના એન્ડ-યુઝર સેગમેન્ટ્સ મજબૂત વિકાસના માર્ગે છે. કેકેસી તેના વર્તમાન 20 ટકાથી વધુના માર્જિન પ્રોફાઇલને ટકાવી રાખવા/વૃદ્ધિ કરવા માટે સારી સ્થિતિમાં રહેશે તેવી અપેક્ષા રાખીએ છીએ. અમે નાણાંકીય વર્ષ 2026-28 દરમિયાન આવક/એબિટા/ચોખ્ખા નફામાં 14-15 ટકા સીએજીઆરની ધારણા રાખીએ છીએ. અમે BESS માટે સામાન્ય 1 ગણા વધારાના મલ્ટીપલ્સ અને 40X Sept’ 26E EPS ની વેલ્યુ કરીએ છીએ.
ઇટરનલરૂ. 375ખરીદોફૂડમાં નાણાંકીય વર્ષ 2025માં સ્વિગી (43 ટકા) વિરુદ્ધ કુલ વેપારી મૂલ્ય હિસ્સો વધ્યો (57 ટકા) હતો. 660 શહેરો (સ્વિગી) વિરુદ્ધ 750 શહેરોમાં તેની વ્યાપક ભૌગોલિક હાજરી છે. અમારું માનવું છે કે બ્લિંકિટના ટેક રેટમાં વિસ્તરણ માટે તકો રહેલી છે. જૂના સ્ટોર્સના ઊંચા પ્રમાણને કારણે ઓપરેટિંગ લીવરેજ વધવું જોઈએ. અમને અપેક્ષા છે કે બ્લિંકિટ નાણાકીય વર્ષ 2026ના બાકીના છ મહિનામાં એબિટાનો બ્રેકઇવન પ્રાપ્ત કરશે. નાણાંકીય વર્ષ 2025-28Eમાં 83  ટકાની સીએજીઆર કન્સોલિડેટેડ આવક મળવાની ધારણા અપેક્ષા છે.
આઈસીઆઈસીઆઈ બેંક (ICICIBC)રૂ. 1,700ખરીદો18 ટકાના ઇક્વિટી પર વળતર (RoE) ઉદ્યોગમાં શ્રેષ્ઠ પૈકીનો એક છે. દરેક બિઝનેસ સેગમેન્ટમાં મજબૂત પીબીટી પર્ફોર્મન્સ. એસેટ ક્વોલિટી મેટ્રિક્સ દર્શાવે છે કે અસુરક્ષિત લોન પોર્ટફોલિયોમાં કોઈ તણાવ દેખાતો નથી. લોન વૃદ્ધિ વ્યાપક અને ગ્રેન્યુઅલ છે. મૂડી બજાર સંબંધિત પેટાકંપનીઓએ બીજું મજબૂત વર્ષ જોયું.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા   રૂ. 4,000                  ખરીદોએમએન્ડએમે ત્રણેય સેગમેન્ટમાં અગ્રણી સ્થાન જાળવી રાખીને સારી કામગીરી બજાવી છે. અમને અપેક્ષા છે કે ટ્રેક્ટર સેગમેન્ટનો વોલ્યુમ વૃદ્ધિનો વેગ ચાલુ રહેશે. કંપનીને અપેક્ષા છે કે નાણાંકીય વર્ષ 2026E માં વાર્ષિક ધોરણે એસયુવી સેગમેન્ટનું વોલ્યુમ મીડ-હાઇ ટીન વર્ગમાં વધશે. અમને અપેક્ષા છે કે એલસીવી સેગમેન્ટની માંગમાં વધારો થશે. અમને અપેક્ષા છે કે એલસીવી અને ટ્રેક્ટર સેગમેન્ટમાં નફાકારકતામાં સુધારો થશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RELIANCE)રૂ. 1,555                             ઉમેરોઆરઆઈએલનો ટેલિકોમ બિઝનેસનો આઈપીઓ કેલેન્ડર વર્ષ 2026ના પહેલા અર્ધવાર્ષિક ગાળા સુધીમાં આવવાની શક્યતા છે. નાણાંકીય વર્ષ 2022 અને નાણાંકીય વર્ષ 2027E વચ્ચે એબિટા બમણી કરવાનો લક્ષ્યાંક (રૂ. 2,11,100 કરોડ) છે. ઓર્ગેનાઇઝ્ડ રિટેલ: આગામી ત્રણ વર્ષમાં 20 ટકાથી વધુ સીએજીઆરથી આવક. એફએમસીજી બિઝનેસઃ રૂ. 1 લાખ કરોડની આવકનો પાંચ વર્ષનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક અને (નાણાંકીય વર્ષ 2025માં રૂ. 11,500 કરોડ) અને વૈશ્વિક હાજરી સાથે ભારતની સૌથી મોટી એફએમસીજી કંપની બનવાની લાંબા ગાળાની મહત્વાકાંક્ષા. ડીપ-ટેક એન્ટરપ્રાઇઝમાં રૂપાંતરિત થવાના ઉદ્દેશ્ય સાથે, તેણે મેટા સાથે એક નવા સંયુક્ત સાહસની જાહેરાત કરી છે અને ગૂગલ ક્લાઉડ સાથે તેની ભાગીદારી વિસ્તારી છે. કેટલીક બાબતોના આધારે વાજબી મૂલ્ય રૂ. 1,555 છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)