રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો Q2 ચોખ્ખો નફો 34 ટકા વધી રૂ. 29550 કરોડની નવી ટોચે

વાર્ષિક ધોરણે (Y-o-Y) 27.8% ના વધારા સાથે ₹ 3,62,268 કરોડની સર્વકાલીન ઉચ્ચતમ આવકવાર્ષિક ધોરણે 23.9% ના વધારા સાથે ₹ 62,409 કરોડનો રેકોર્ડ ત્રિમાસિક EBITDA
વાર્ષિક ધોરણે 33.8% ના વધારા સાથે ત્રિમાસિક ચોખ્ખો નફો (PAT) ₹ 29,550 કરોડની નવી ઊંચી સપાટીએ પહોંચ્યોનાણાકીય વર્ષ 2027 ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં નફો (PAT) ₹ 50,000 કરોડનો આંક વટાવી ગયો

આ પરિણામો વિશે ટિપ્પણી કરતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ ડી. અંબાણીએ જણાવ્યું હતું કે: “આ સપ્તાહ ભારતીય શેરબજારો પર જિયોના રેકોર્ડબ્રેક લિસ્ટિંગ સાથે રિલાયન્સની મૂલ્ય સર્જનની સફરમાં એક ઐતિહાસિક ક્ષણ સમાન બની રહ્યું છે. 22xથી વધુ સબસ્ક્રીપ્શન અને મજબૂત લિસ્ટિંગ ભાવવૃદ્ધિ સાથે આ ઈશ્યૂએ અનેક વૈશ્વિક બેંચમાર્ક સ્થાપિત કર્યા છે. JPL હવે ભારતની બીજી સૌથી મોટી કંપની છે. તે જિયોના મજબૂત પાયા અને મજબૂત ગ્રોથ વિઝિબિલિટીમાં રોકાણકારો દ્વારા મૂકવામાં આવેલા વિશ્વાસની ગહનતા દર્શાવે છે. વર્ષ 1977ના રિલાયન્સના આઈપીઓ દરમિયાન અમારા સ્થાપક-ચેરમેનશ્રી દ્વારા મૂળરૂપે શરૂ કરાયેલા “ઇક્વિટી કલ્ટ”ના પુનરુત્થાનનો સાક્ષી બનવાનો મને ગર્વ છે.

અમારા વ્યવસાયોએ 2Q FY27 દરમિયાન, જટિલ પરિચાલન વાતાવરણ વચ્ચે મજબૂત પ્રદર્શન કર્યું છે. કોમોડિટી બજારો અસ્થિર રહ્યા જ્યારે ભૌગોલિક રાજકીય તણાવને લીધે વૈશ્વિક સપ્લાય ચેઇન પર અવિરત બોજો વધતો ગયો. આ સંજોગોમાં પણ, અમારા પોર્ટફોલિયોના સ્થાનિક અભિગમે, કામગીરીની શિસ્તબદ્ધતા અને અમારા સંકલિત વ્યવસાયોની વૈવિધ્યસભરતા સાથે મળીને, રિલાયન્સને બાહ્ય અસ્થિરતાઓને અસરકારક રીતે ખાળવામાં મદદ કરી.

O2C બિઝનેસ 67.9% ઉછાળી EBITDA ₹ 25203 કરોડડિજિટલ સર્વિસિસ EBITDA 17.7% વધી ₹ 22223 કરોડ નોંધાયોJPLનો ભારતની બીજા ક્રમની સૌથી મૂલ્યવાન કંપની તરીકે મૂડીબજારમાં પ્રવેશ

અમારા O2C વ્યવસાયે આ ત્રિમાસિક ગાળામાં ખાસ કરીને મજબૂત પ્રદર્શન કર્યું છે, જેની દોરવણી તંગ ફ્યુઅલ માર્કેટ્સ, સુધરેલા ડાઉનસ્ટ્રીમ પેટ્રોકેમિકલ ડેલ્ટા અને મજબૂત સ્થાનિક માંગે કરી છે. ફીડસ્ટોક સોર્સિંગ અને પ્રોડક્ટ પ્લેસમેન્ટની સાથે સાથે સમગ્ર મૂલ્ય શ્રૃંખલામાં પરિચાલનના ઇષ્ટતમ ઉપયોગની અમારી ક્ષમતાએ અમનને માર્જિન કેપ્ચર સુધારવા સક્ષમ બનાવ્યા છે. આ પ્રદર્શન અમારા O2C વ્યવસાયની શક્તિ અને લવચિકતાને રેખાંકિત
કરે છે.

ડિજિટલ સર્વિસીઝ બિઝનેસે આ ત્રિમાસિકમાં તેની મજબૂત વૃદ્ધિ જાળવી રાખી છે. આવકમાં તંદુરસ્ત વૃદ્ધિ સાથે મોબિલિટી, હોમ બ્રોડબેન્ડ અને એન્ટરપ્રાઇઝમાં જિયોનું પ્રદર્શન મજબૂત રહ્યું હતું. જિયોએ પ્રોપ્રાઇટરી ટેક્નોલોજી સ્ટેક અને ડિજિટલ સેવાઓ, પ્લેટફોર્મ્સ અને એન્ટરપ્રાઇઝ ઑફરિંગ્સનો વિસ્તરતો પોર્ટફોલિયો બનાવ્યો છે જે કનેક્ટિવિટીથી ઘણો આગળ વિસ્તરે છે. જિયોના IPOએ એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી છે. અમારા લાખો રોકાણકારોએ અમારામાં જે વિશ્વાસ મૂક્યો છે તેના થકી જ ગ્રાહકો અને શેરધારકોને સતત મૂલ્ય પ્રદાન કરવા સ્વદેશી, વિશ્વસ્તરીય ડીપ-ટેક સોલ્યુશન્સના સર્જન માટેની અમારી પ્રતિબદ્ધતા વધુ મજબૂત બને છે.

રિલાયન્સ રિટેલ માટે આ ત્રિમાસિક સ્થિર રહ્યો હતો, જેમાં તમામ ફોર્મેટ અને ચેનલમાં વૃદ્ધિ જળવાઈ રહી હતી. અમારી વ્યાપક ફિઝિકલ અને ડિજિટલ ઉપસ્થિતિ તેમજ ભારતીય ગ્રાહકોની વૈવિધ્યસભર જરૂરિયાતોને પૂર્ણ કરવા પરના અમારા સતત ફોકસ દ્વારા સમર્થિત, ઉપભોક્તા માગ તંદુરસ્ત રહી છે. અમારા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ બિઝનેસે તેની વૃદ્ધિની ગતિ જાળવી રાખી છે, જેમાં એફએમસીજી બ્રાન્ડ પોર્ટફોલિયો ભારતીય ગ્રાહકો વચ્ચે વધુ સુદૃઢ બની રહ્યો છે.

અમારા શિસ્તબદ્ધ મૂડી ફાળવણીએ સાતત્યપૂર્ણ કેશ-ફ્લો પ્રદાન કરે છે અને ભારતની ઉર્જા સ્વતંત્રતા અને ટેક્નોલોજીના વિકાસમાં તે મહત્વપૂર્ણ યોગદાનકર્તા બની રહે એવા વ્યવસાયોના સર્જનમાં મદદ કરી છે.”

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)