અમદાવાદ, 20 ઓક્ટોબર: સિફી ઇન્ફિનિટ સ્પેસીસ લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે.  કંપનીના IPOમાં રૂ. 2,500 કરોડ સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને વેચાણકર્તા શેરધારકો કોટક ડેટા સેન્ટર ફંડ (રૂ. 643 કરોડ) અને કોટક સ્પેશિયલ સિચ્યુએશન ફંડ (રૂ. 557 કરોડ) દ્વારા રૂ. 1,200 કરોડ સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.

BRLM સાથેની ચર્ચા બાદ સિફી ઇન્ફિનિટ કાયદાકીય નિયમો હેઠળ મંજૂરીને આધીન રહીને રજિસ્ટ્રાર ઓફ કંપનીઝમાં રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દાખલ કરતા પહેલા રૂ. 500 કરોડ સુધીના મૂલ્યની ચોક્કસ સિક્યોરિટીઝના પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ હાથ ધરી શકે છે. જો આ પ્રક્રિયા થાય તો આવા પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટથી એકત્રિત કરાયેલી રકમ ફ્રેશ ઇશ્યૂ સાઇઝમાંથી બાદ કરવામાં આવશે.

કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી મળનારી કુલ રકમનો તેના ચેન્નઈ 02 ડેટા સેન્ટર ખાતે ટાવર બીને પૂરું કરવા માટે અને નવી મુંબઈમાં તેના રેબેલ ડેટા સેન્ટર ખાતે ટાવર 11 અને 12ના બાંધકામ માટે મૂડી ખર્ચને આંશિક ભંડોળ આપવા માટે અનુક્રમે રૂ. 465 કરોડ અને રૂ. 860 કરોડનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. ઇશ્યૂમાંથી મળનારી કેટલીક રકમનો રૂ. 600 કરોડ સુધીના કેટલાક દેવાની ચુકવણી કે પૂર્વચુકવણી માટે પણ ઉપયોગ કરાશે. બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ પાછળ વપરાશે.

કંપની નેટવર્ક, ડેટા સેન્ટર અને ડિજિટલ સર્વિસીઝમાં 3 દાયકાથી વધુની કુશળતાનો ઉપયોગ કરે છે તથા કંપની ક્લાયન્ટની જરૂરિયાતોને અનુરૂપ સુરક્ષિત, ટકાઉ અને ઊર્જા-કાર્યક્ષમ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સ પ્રદાન કરે છે. 31 માર્ચ, 2025 સુધીમાં તે ભારતમાં બિલ્ટ આઇટી ક્ષમતા દ્વારા 15.26 ટકા બજાર હિસ્સો ધરાવે છે.

કંપનીએ સતત મજબૂત નાણાકીય કામગીરી દર્શાવી છે, જેમાં નાણાંકીય વર્ષ 2023માં કામગીરીમાંથી આવક રૂ. 10,213.40 મિલિયનથી વધીને નાણાંકીય વર્ષ 2025માં રૂ. 14,283.65 મિલિયન થઈ છે, જે તેની સતત વૃદ્ધિ ગતિ દર્શાવે છે. EBITDA નાણાંકીય વર્ષ 2023 માં રૂ. 4,126.06 મિલિયનથી વધીને નાણાંકીય વર્ષ 2025માં રૂ. 6,342.46 મિલિયન થઈ છે. આ જ સમયગાળા દરમિયાન EBITDA માર્જિન 40.40 ટકાથી સુધરીને 44.40 ટકા થયું છે. ચોખ્ખો નફો પણ નાણાંકીય વર્ષ 2023માં રૂ. 966.86 મિલિયનથી વધીને નાણાંકીય વર્ષ 2025 માં રૂ. 1,263.60 મિલિયન થયો છે. જે નાણાંકીય વર્ષ 2025-2030 દરમિયાન 30.1-35.1 ટકા (IT MW ની દ્રષ્ટિએ) ના સીએજીઆર પર વધવાનો અંદાજ છે, જે દેશના ડિજિટલ પરિવર્તનમાં ડેટા સેન્ટરોની મહત્વપૂર્ણ ભૂમિકાને દર્શાવે છે.

જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ, સીએલએસએ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, જેપી મોર્ગન ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ અને મોર્ગન સ્ટેનલી ઈન્ડિયા કંપની પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)