Meesho એ DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 20 ઓક્ટોબર: મીશો લિમિટેડે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)માં તેનું અપડેટેડ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. આ આઈપીઓમાં પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના રૂ. 4,250 કરોડ સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને વેચાણકર્તા શેરધારકો દ્વારા પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના 17,56,96,602 સુધીના ઇક્વિટી શેર્સની વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.
કંપની ઇશ્યૂમાંથી મળનારી કુલ રકમનો નીચે મુજબ ઉપયોગ કરવાની દરખાસ્ત કરે છેઃ પેટા કંપની મીશો ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડમાં ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રોકાણ માટે, પેટા કંપની મીશો ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા હાથ ધરાયેલા એઆઈ અને ટેક્નોલોજી ડેવલપમેન્ટ માટે મશીન લર્નિંગ અને એઆઈ તથા ટેક્નોલોજી ટીમો માટે નવા કર્મચારીઓની ભરતી કરવા તથા હાલના કર્મચારીઓના પગારની ચૂકવણી માટે, પેટા કંપની મીશો ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડમાં રોકાણ માટે, માર્કેટિંગ અને બ્રાન્ડ પહેલ માટે ખર્ચ કરવા, હસ્તાંતરણો અને અન્ય વ્યૂહાત્મક પહેલ દ્વારા ઇનઓર્ગેનિક વૃદ્ધિને ભંડોળ આપવા તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે.
નાણાંકીય વર્ષ 2025માં મીશો ભારતમાં ઇ-કોમર્સ કંપનીઓમાં વાર્ષિક ધોરણે વ્યવહારો કરતા યુઝર્સ અને વાર્ષિક ધોરણે અપાયેલા ઓર્ડર્સની બાબતે ભારતના સૌથી મોટા ઇ-કોમર્સ પ્લેટફોર્મ તરીકે ઊભરી આવી હતી. આ પ્લેટફોર્મે વ્યવહારો કરતા 5,00,000 વેચાણકર્તાઓને વાર્ષિક વ્યવહારો કરતા 199 મિલિયન યુઝર્સ સાથે જોડ્યા હતા અને વર્ષ દરમિયાન 1.8 અબજ ઓર્ડર્સ અપાયા હતા. આ આંકડા સમગ્ર ભારતમાં ગ્રાહકો માટે ઇ-કોમર્સને વધુ પોસાય તેવું, સુલભ અને એકબીજા સાથે જોડનારું બનાવવા પર અમારા ધ્યાનને દર્શાવે છે.
નાણાંકીય વર્ષ 2025માં નેટ મર્ચેન્ડાઇઝ વેલ્યુ (NMV) વાર્ષિક ધોરણે 29 ટકા વધીને રૂ. 29,988 કરોડ થઈ હતી, જેની સામે નાણાંકીય વર્ષ 2024માં 21 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળામાં NMV વાર્ષિક ધોરણે 36 ટકા વધીને રૂ. 8,679 કરોડ થઈ ગઈ. વૃદ્ધિમાં રોકાણ અને સારી કિંમતો, ડિસ્કવરી અને એસોર્ટમેન્ટના લીધે પ્લેટફોર્મની વેલ્યુ પ્રપોઝિશનમાં સુધારાના લીધે NMV માં આ વૃદ્ધિ જોવા મળી છે.
મીશો નાણાંકીય વર્ષ 2025માં ભારતમાં પ્રગતિ સાધનારી લિસ્ટેડ ઈ-કોમર્સ કંપનીઓમાં સૌથી મોટી ફ્રી કેશ ફ્લો જનરેટર બની છે. છેલ્લા 12 મહિનામાં ફ્રી કેશ ફ્લો નકારાત્મક રૂ. 2,336 કરોડથી વધીને હકારાત્મક રૂ. 1,032 કરોડ (વ્યાજ આવક સાથે) અને રૂ. 591 કરોડ થયો છે જે એસેટ-લાઇટ, મૂડી-કાર્યક્ષમ મોડેલના ફાયદા દર્શાવે છે જેનાથી કંપની નોંધપાત્ર મૂડી ખર્ચ વિના વિસ્તરણ કરે છે.
કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, જે.પી. મોર્ગન ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, મોર્ગન સ્ટેનલી ઈન્ડિયા કંપની પ્રાઇવેટ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ અને સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
