બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટ લિમિટેડે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસિસ ફંડ લોન્ચ કર્યું
અમદાવાદ, 19 નવેમ્બર 2025: ભારતની ઝડપથી વધતી નાણાકીય વિકાસ ગાથાનો લાભ લેતા, બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટ લિમિટેડે પોતાનો બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસિસ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી, જે બેન્કિંગ અને નાણાકીય સેવાઓના ક્ષેત્રમાં રોકાણ કરતી એક ઓપન-એન્ડેડ ઇક્વિટી યોજના છે. આ ન્યૂ ફંડ ઓફર (એનએફઓ) 10મી નવેમ્બર 2025ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલ્લી મુકાશે અને 24મી નવેમ્બર 2025ના રોજ બંધ થશે. આ ફંડ નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસ ટીઆરઆઈ સામે બેન્ચમાર્ક થયેલ છે.
બજાજ ફિનસર્વ મ્યુચ્યુઅલ ફંડની મેગાટ્રેન્ડ વ્યૂહરચના પર નિર્મિત, આ ફંડનો હેતુ બેંકો, એનબીએફસી, વીમા કંપનીઓ, એએમસી અને અન્ય મૂડી બજારના સહભાગીઓને આવરી લેતા વૈવિધ્યસભર પોર્ટફોલિયો દ્વારા ભારતના વિકસતા નાણાકીય ઇકોસિસ્ટમમાંથી તકો મેળવવાનો છે.તે લાંબા ગાળાના માળખાકીય વલણો સાથે સંકળાયેલા, આશરે 180-200 સ્ટોક્ના મેગાટ્રેન્ડ યુનિવર્સમાંથી શોર્ટલિસ્ટ કરેલા 45-60* શેરોમાં રોકાણ કરશે.
યુપીઆઈ અપનાવવા, ડિજિટલ ધિરાણ, જન ધન પહેલ અને એનબીએફસી, મ્યુચ્યુઅલ ફંડ તેમજ વીમામાં વધતા સહભાગ દ્વારા સમર્થિત મેગાટ્રેન્ડને કારણે, આ યોજના બીએફએસઆઈ ક્ષેત્રમાં કેન્દ્રિત રોકાણ દ્વારા સંપત્તિ સર્જન કરવા માંગતા, વધુ જોખમ લેવાની ક્ષમતા ધરાવતા લાંબા ગાળાના રોકાણકારો માટે બનાવવામાં આવી છે.
