Viએ પ્રવાસીઓ માટે નિયો ઝીરો ફોરેક્સ માર્કઅપ કાર્ડસ સાથે ભાગીદારી કરી
અમદાવાદ, 23 ડિસેમ્બર: Viએ રજાઓની આ મોસમમાં વિદેશ મુસાફરી કરતા Viના ગ્રાહકોને ઝીરો માર્કઅપ ફોરેક્સ કાર્ડ ડિલિવરી પૂરી પાડવા માટે ટ્રાવેલ બેંકિંગ ફિનટેક નિયો સાથે ભાગીદારી કરી છે. ટેલિકોમ દ્વારા કરવામાં આવેલી આ પ્રકારની પ્રથમ ભાગીદારી, રજાઓ, વ્યવસાય અથવા ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ મુસાફરી કરતા Viના ગ્રાહકોને 24 કલાકની અંદર તેમના ઘરઆંગણે નિયો ઝીરો ફોરેક્સ માર્કઅપ કાર્ડ મેળવવાની સુવિધા આપે છે.
નિયો તેમની ફ્લેગશિપ નિયો પ્રીમિયમ સેવા(રૂપિયા 999/વર્ષની કિંમતે) સંપૂર્ણપણે મફતમાં ઓફર કરી રહ્યું છે, જે મુસાફરોને ઘણા લાભો પૂરા પાડે છે જેમ કે:
●મુસાફરી પર રૂપિયા 10,000ની વાર્ષિક બચત
●નિયો એપ પર વિઝા અને ફ્લાઇટ બુકિંગ પર શૂન્ય કન્વીનિયન્સ ફી
●નિયો એપ પર આંતરરાષ્ટ્રીય હોટલ્સ પર ફ્લેટ 10% ડિસ્કાઉન્ટ
●દરેક ક્વાર્ટરમાં 1 મફત લાઉન્જ ઍક્સેસ
●દર ક્વાર્ટરમાં 1 મફત ATM વિડ્રોલ
180થી વધુ દેશોમાં સ્વીકાર્ય, નિયો ફોરેક્સ કાર્ડ આંતરરાષ્ટ્રીય વ્યવહારોને બેઝ એક્સચેન્જ રેટ પર પ્રોસેસ કરે છે અને ગ્રાહકોને સામાન્ય 3થી5 ટકાના ફોરેક્સ માર્ક-અપને ટાળવામાં મદદ કરે છે, જે વિદેશમાં થતા ખર્ચમાં વધારો કરે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
