મુંબઇ, 23 ડિસેમ્બર, 2025: જાહેર ક્ષેત્રની અગ્રણી બેન્ક ઓફ ઈન્ડિયાએ આજેએનએસઇ ઇલેક્ટ્રોનિક બિડિંગ પ્રોવાઈડર પ્લેટફોર્મ દ્વારા વાર્ષિક 7.23 ટકાના દરે લોંગ ટર્મ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ જારી કરીને રૂ. 10,000 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. આ ઈશ્યૂનું મૂળ કદ રૂ. 5,000 કરોડ હતું, જેમાં રૂ. 5,000 કરોડનો ‘ગ્રીન શૂ’ વિકલ્પ પણ સામેલ હતો. બેન્કને કુલ 83 બીડ મળી હતી, જેનું મૂલ્ય રૂ. 15,305 કરોડ હતું. તેમાંથી બેંકે રૂ. 10,000 કરોડની 37 બીડ સ્વીકારી હતી.

લોંગ ટર્મ બોન્ડ દ્વારા એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ આરબીઆઇ માર્ગદર્શિકા અનુસાર માળખાગત સુવિધાઓના સબ-સેક્ટર્સ અને એફોર્ડેબલ હાઉસિંગ (એએફએચએચ) માં લાંબા ગાળાના પ્રોજેક્ટ્સને ફાઇનાન્સ કરવા માટે કરવામાં આવશે. આ ઇશ્યૂ દ્વારા બેન્ક દ્વારા એકત્ર કરાયેલા ભંડોળ કોઈ ચોક્કસ પ્રોજેક્ટને ફાઇનાન્સ કરવા માટે નથી.